લાદેનના દીકરા અને અલકાયદાના મુખ્યા હમજા બિનનું મોત, ટ્રમ્પે પુષ્ટિ કરી
લાદેનના દીકરા અને અલકાયદાના મુખ્યા હમજા બિનનું મોત, ટ્રમ્પે પુષ્ટિ કરી
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી દીધી છે કે અલકાયદાના મુખ્યા હમજા બિન લાદેનનું મોત થયું છે. હમજા ઓસામા બિન લાદેનનો દીકરો હતો. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે હમજા લાદેન માર્યો ગયો છે અને તેનો દાવો અમેરિકી અધિકારીઓએ કર્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાએ હમજા બિન લાદેનનો પતો બતાવનાર 10 લાખ ડૉલર પુરસ્કાર આપવાનું એલાન કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર એક નિવેદનમાં કહ્યું કે, હમજા બિન લાદેનના મોતથી ન માત્ર અલકાયદાને ચોટ પહોંચી છે બલકે તેના પિતાથી પ્રતીકાત્મક સંબંધ પણ ખતમ થઈ ગયા છે પરંતુ આની સાથે જ આ અલકાયદાની પરિચાલન ગતિવિધિઓને કમજોર કરશે. હમજા બિન લાદેન વિવિધ આતંકવાદી સમૂહો સાથે યોજના બનાવવા અને નિપટવા માટે જવાબદાર હતો.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે પાછલા મહિને એનબીસી ન્યૂજે ત્રણ અનામ અમેરિકી સરકારી અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે અમેરિકાએ હમજા લાદેનના મોત વિશે ગુપ્ત જાણકારી પ્રાપ્ત કરી છે. અધિકારીઓએ આ જાણકારી નહોતી આપી કે તેનું મૃત્યુ ક્યાં અને કઈ રીતે થયું અથવા તો અમેરિકાએ તેના મૃત્યુમાં ભૂમિકા નિભાવી હતી કે નહિ.
અમેરિકી મીડિયાએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જાણકારી આપી હતી કે અમેરિકાના બે વર્ષ ચાલેલ ઓપરેશન બાદ હમજા બિન લાદેનનું મોત થયું છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આનો સ્વીકાર નહોતો કર્યો. હવે એક મહિના બાદ તેની પુષ્ટિ કરી છે. માનવામાં આવે છે કે હમજા બિન લાદેન 2018માં છેલ્લીવાર જોવા મળ્યો હતો. તે સંગઠનના પ્રમુખ અયમાન અલ-જવાહિરીના સંભવિત ઉત્તરાધિકારીના રૂપમાં માનવામાં આવતો હતો.
આ વર્ષના શરૂઆતમાં યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હમજાના ઠેકાણાની જાણકારી માટે 1 મિલિયનનું ઈનામ આપવાનું એલાન કર્યું હતું. વિદેશ વિભાગે જાન્યુઆરી 2017માં તેને વિશેષ રૂપે નામિત વૈશ્વિક આતંકવાદી તરીકે ઘોષિત કર્યો હતો.












Click it and Unblock the Notifications
