બચાવકર્મીઓ જ ડૂબવા લાગે તો એમને કોણ બચાવે..., જુઓ વીડિયો

ફાયર ડિપાર્ટમેન્ટનું ચોપર રિયો દે જાનેરોના કોપાકબાના બીચ પર એક સ્વિમરને બચાવવા માટે ગયું હતું. પરંતુ ડ્રામેટિક ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે એ ચોપરને જ મદદની જરૂર પડી ગઇ. એક લાલ રંગનું ચોપર હવાની માયાજાળમાં ફસાઇ ગયું અને ધીરે-ધીરે એ દરિયાના મોજામાં સમાઇ ગયું હતું. જો કે, તેમાં સવાર બચાવકર્મીઓ પોતાની જાન બચાવીની બહાર આવી ગયા હતા અને બીચના કીનારે બેસેલા લોકોને મદદઅર્થે નિર્દેશ કર્યો હતો.
આ આખી ઘટનાને બીચના કીનારે નજરે નિહાળનારા હજારો સહેલાણીઓમાંના એકે પોતાના કેમેરામાં કેદ કરી નાંખી હતી. વીડિયોમાં જોવા મળે છે કે ચોપર પાણીની ખુબ નજીક ઉડી રહ્યું હતું અને મોજા અને હવાના દબાણમાં તે સમતોલન જાળવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનાને નજીકથી નિહાળવા માટે ઘણા સહેલાણીઓ દરિયાના પાણીમાં પહોંચી ગયા હતા અને શું બન્યું તેનો તાગ મેળવવા મથ્યાં હતા.












Click it and Unblock the Notifications
