For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ શું બોલ્યુ્ં પાકિસ્તાની મીડિયા?

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ શું બોલ્યુ્ં પાકિસ્તાની મીડિયા?

|
Google Oneindia Gujarati News

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ પાકિસ્તાનમાં પણ ખુબ ચર્ચા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આતંકવાદને લઈ પાકિસ્તાનને સલાહ આપી અને કહ્યું કે અમેરિકા-ભારત ઈસ્લામિક કટ્ટરપંથનો શિકાર રહ્યા છે. આવો જાણીએ કે ટ્રમ્પના આ પ્રવાસને લઈ પાકિસ્તાની મીડિયાથી શું પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ડૉન અખબારે કહ્યું...

ડૉન અખબારે કહ્યું...

પાકિસ્તાની અખબાર ડૉને આ શીર્ષકથી હેડલાઈન લગાવી- 'ભારતમાં રેલીમાં બોલ્યા ટ્રમ્પ- અમેરિકાના પાકિસ્તાન સાથે સારા સંબંધ છે, તણાવ ઘટવાની ઉમ્મીદ'. અખબારે લખ્યું કે ટ્રમ્પે પાકિસ્તાન સાથેના સંબંધો મધુર જણાવ્યા છે અને કહ્યું કે દક્ષિણ એશિયાના તમામ દેશોમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થાય.

ભારત-અમેરિકા સંબંધ પર શંકા

ભારત-અમેરિકા સંબંધ પર શંકા

ડૉન અખબારના જ એક તંત્રી લેખમાં ભારત-અમેરિકા સંબંધ પર શંકા જતાવવામાં આવી છે. આ લેખનું ટાઈટલ 'અમેરિકા ફર્સ્ટ બનામ મેક ઈન ઈન્ડિયા' છે. લેખમાં કહેવામાં આવ્યું કે અમેરિકા અને ભારતના વ્યાપારિક સંબંધો પહેલેથી જ સમસ્યાગ્રસ્ત રહ્યા છે પરંતુ ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અને મોદીના 'મેક ઈન ઈન્ડિયા'ના જમાનામાં વ્યાપારિક સંબંધ વધુ ખરાબ થઈ ગયા છે.

અખબાર અક્સપ્રેસ ટ્રિબ્યૂને કહ્યું...

અખબાર અક્સપ્રેસ ટ્રિબ્યૂને કહ્યું...

પાકિસ્તાની અખબાર અક્સપ્રેસ ટ્રિબ્યૂને શીર્ષક આપ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટવાની ઉમ્મીદઃ ટ્રમ્પ. આ આર્ટિકલમાં પણ ટ્રમ્પના અમેરિકા-પાકિસ્તાનના મધુર સંબંધ વાળા નિવેદન પર ભાર આપવામાં આવ્યો છે.

અખબાર જિયો ન્યૂજે કહ્યું...

અખબાર જિયો ન્યૂજે કહ્યું...

પાકિસ્તાની અખબાર જિયો ન્યૂજે લખ્યું, ટ્રમ્પે ભારે ભીડ સમક્ષ કહ્યું, અમેરિકાનાપાકિસ્તાન સાથે ઘણા સારા સંબંધ છે. જિયો ન્યૂજે લખ્યું, 'અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે અમેરિકાના પાકિસ્તાન સાથે ઘણા સારા સંબંધ છે અને વૉશિંગ્ટન, ઈસ્લામાબાદ સાથે ઘણા સકારાત્મક રીતે કામ કરી રહ્યા છે.'

દક્ષિણપંથી લોકપ્રિયતા

દક્ષિણપંથી લોકપ્રિયતા

પાકિસ્તાની અખબાર ડૉને એક તંત્રી લેખમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને એક જેવા જ ગણાવ્યા. અખબારે લખ્યું કે બંને નેતા પોતાની દક્ષિણપંથી લોકપ્રિયતા અને વિચારધારાના દમ પર સત્તામાં આવ્યા છે અને બંનેએ જ બહુસંખ્યકવાદના એજન્ડાને અલ્પસંખ્યકોની કિંમત પર આગળ વધાર્યો છે.

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો

અખબારે લખ્યું કે રાજનેતા તરીકે પીએમ મોદીએ લાંબો સફર ખેડ્યો પરંતુ શું 2005માં મુસ્લિમ વિરોધી રમખાણોને કારણે તેમને અમેરિકામાં પ્રતિબંધિત નહોતા કરી દીધા અને આજે અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેમને બહુ સફળ નેતા ગણાવી રહ્યા છે.

પાકિસ્તાન સાથે સારા સંબંધનો ઉલ્લેખ

પાકિસ્તાન સાથે સારા સંબંધનો ઉલ્લેખ

તંત્રી લેખમાં કહેવામાં આવ્યું કે ટ્રમ્પે પોતાની સ્પીચમાં પાકિસ્તાન સાથે સારા સંબંધનો ઉલ્લેખ કર્યો પરંતુ જો તેઓ હકિકતમાં દક્ષિણ એશિયામાં સ્થિત સ્થિરતા જોવા માંગે છે તો તેઓ પોતાના ભારતીય દોસ્તોને પાકિસ્તાનના સંબંધમાં પોતાનું દુશ્મનાવટભર્યું વલણ છોડવા જણાવે. આ ઉપરાંત અમેરિકી નેતાએ પીએમ મોદીને સંદેશ આપવો જોઈએ કે કાશ્મીરની સ્થિતિ અસ્વીકાર્ય છે અને દક્ષિણમાં શાંતિ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી આ મુદ્દાનું સમાધાન ન થઈ જાય.

ટ્રમ્પની આ યાત્રા, ભારત-અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય: પીએમ મોદીટ્રમ્પની આ યાત્રા, ભારત-અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય: પીએમ મોદી

English summary
how pakistani media reacted on donald trump's india visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X