Hezbollah Rocket Chief Dead : ઇઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાહનો રોકેટ ચીફ ઠાર, યુદ્ધ તરફ બન્ને દેશ

Hezbollah Rocket Chief Dead : લેબનાનમાં પેજર અને રેડિયો બ્લાસ્ટ બાદ શરૂ થયેલુ મિસાઈલ યુદ્ધ હવે મોટા યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર, ઇઝરાયેલે મિસાઈલ હુમલામાં હિઝબુલ્લાહને મોટો ઝટકો આપતા તેના મોકેટ ચીફને ઠાર કરી દીધો છે. આ મોત બાદ હવે બન્ને વચ્ચે મોટુ યુદ્ધ ફાટી શકે છે.

Lebanon attack

ઇઝરાયેલના રોકેટ હુમલામાં માર્યા ગયેલા કમાન્ડરનું નામ ઈબ્રાહિમ કુબૈસી છે. આ હુમલામાં છ લોકોના મોત થયા છે. આ હુમલાએ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને મોટો ફટકો આપ્યો છે.

હવે હિઝબુલ્લાહ પર સતત દબાણ વધતા એક વર્ષથી ચાલતો આ સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા છે. જણાવી દઈએ કે, ગાઝામાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહના સાથી હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

અહેવાલો અનુસાર, ઇઝરાયેલે સતત બીજા દિવસે લેબનીઝ રાજધાનીના હિઝબુલ્લાહ નિયંત્રિત વિસ્તારો પર ભીષણ હુમલા શરૂ કર્યા છે. આ હુમલા બાદ યુદ્ધની સંભાવના વધી ગઈ છે.

માર્યો ગયેલો ઇબ્રાહિમ કુબૈસી હિઝબુલ્લાહનો મુખ્ય કમાન્ડર હતો અને રોકેટ વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે બેરૂત એરસ્ટ્રાઈકમાં છ મૃત્યુ અને 15 ઘાયલ થયા હોવાની વાત કબુલી છે.

લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો ઇઝરાયેલની સૈન્ય દ્વારા હિઝબુલ્લાહ સામે હુમલા શરૂ કર્યાના એક દિવસ બાદ થયો છે, જેના પરિણામે અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X