પહેલીવાર USમાં શપથ લેવા માટે વાંચવામાં આવી ગીતા
વોશિંગ્ટન, 9 નવેમ્બર: તુલસી ગેબર્ડે આજે અમેરિકા સહિત આખી દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. કારણ કે તે પહેલી એવી હિન્દુ અમેરિકન મહિલા છે જેણે અમેરિકન હવેલી સીટ પર વિજય મેળવ્યા બાદ ભગવત ગીતાનું પઠન કરીને શપથ લીધા હતા. પોતાના શપથનું તેમણે સંસ્કૃતમાં જ પઠન કર્યું હતું.

પોતાની જીત પર તુલસીએ જણાવ્યું કે તેમને ગીતાની વાતો પર ભરોશો છે જેનાથી તેમને પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ જનતાનો વિશ્વાસ ક્યારેય પણ નહીં તોડે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીને પોતાને માટે લકી ચાર્મ માને છે. તેઓ હંમેશા પોતાની સાથે એક હનુમાનજીની મૂર્તિ રાખે છે. ઓબામાનું નાનપણ ઇન્ડોનેશિયામાં વિત્યું હતુ, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહેતા હતા જેઓ હનુમાનજીને પૂજતા હતા જેથી ઓબામા પણ હનુમાનજીમાં શ્રદ્ધા રાખે છે.












Click it and Unblock the Notifications
