For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મહિલાઓ વિરુધ્ધ હિંસા ભયભીત કરનારી: અમેરિકા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 4 જૂન: અમેરિકાએ જણાવ્યું છે કે ભારતમાં શારીરિક હિંસા અને હત્યાઓના સમાચારોથી તેઓ ભયભીત છે. સાથે જ તેમણે આવી ઘટનાઓથી પ્રભાવિત લોકોને સુરક્ષા આપવા માટે કામ કરનારા વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ અને નાગરિક સમાજના સમૂહોની ભૂમિકાના વખાણ પણ કર્યા છે.

વિદેશ મંત્રાલયની ઉપ પ્રવક્તા મેરી હાર્ફે ગઇકાલે જણાવ્યું, ભારતમાં શારીરિક શોષણ અને હત્યાઓની ઘટનાઓ અંગે જાણીને અમે ભયભીત છીએ. આ મુશ્કેલીના સમયમાં અમારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. હાર્ફ ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ગયા અઠવાડીએ બે યુવતીઓની સાથે થયેલ ક્રૂર સામાહૂહિક બળાત્કાર અને તેમની હત્યા સાથે જોડાયેલા સવાલો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદા અને વિચારમાં પરિવર્તન ખૂબ જ મહેનતનું કામ છે.

જોકે ઓબામા પ્રશાસને ભારતમાં પીડિતોની સુરક્ષા માટે કામ કરનારી સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ સમૂહોની ભૂમિકાની સરાહના કરી. તેમણે જણાવ્યું, અમે ભારતમાં તે વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ અને નાગરિક સમાજ સમૂહોની સરાહના કરીએ છીએ, જે પીડિતોની સુરક્ષા માટે, લૈંગિક હિંસા રોકવા માટે અને ઘણી મુશ્કેલથી બદલાતી વસ્તુઓમાં પરિવર્તન લાવવા કાર્યરત રહે છે. યૂએસઆઇબીસીના પૂર્વ અધ્યક્ષ રોન સોમર્સે જણાવ્યું કે આ સમયની સૌથી વધારે જરૂરીયાત એ છે કે કાયદા અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે અને સમાજના તમામ વર્ગો માટે કાયદો નિષ્પક્ષ રીતે લાગુ કરવા માટે.

તેમણે જણાવ્યું કે બળાત્કારના હાલના મામલાની ખબર ખૂબ જ જડપથી આવી રહી છે. આ પ્રકારનો ત્રાસવાદ આખી માનવતા માટે એક અભિશાપ છે અને તે આપણને સૌને સીધી રીતે પ્રભાવીત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું કૃત્ય ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. મૂળભૂત સુરક્ષાની વાત આવવા પર વૈશ્વિક રોકાણ અને યાત્રીઓ આવા સ્થળે જવામાં ખૂબ જ ગભરાહટ અનુભવે છે.

સોમર્સે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાને રાજ્યની જવાબદારી માનતા કે ઘૃણા અપરાધ એવી હિંસા છે, જે કોઇ રાષ્ટ્રીય સીમાડાને નથી માનતી, માત્ર કેન્દ્ર સરકાર જ ભારતમાં શાંતિ સ્થાપિત કરવા અને અહીં નિર્દોષોની સુરક્ષા કરવા માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે છે અને તે આજના સમયમાં સૌથી જરૂરી છે.

ભારતમાં શારીરિક શોષણ અને હત્યાઓ ભયજનક

ભારતમાં શારીરિક શોષણ અને હત્યાઓ ભયજનક

અમેરિકન વિદેશ મંત્રાલયની ઉપ પ્રવક્તા મેરી હાર્ફે ગઇકાલે જણાવ્યું, ભારતમાં શારીરિક શોષણ અને હત્યાઓની ઘટનાઓ અંગે જાણીને અમે ભયભીત છીએ. આ મુશ્કેલીના સમયમાં અમારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. હાર્ફ ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ગયા અઠવાડીએ બે યુવતીઓની સાથે થયેલ ક્રૂર સામાહૂહિક બળાત્કાર અને તેમની હત્યા સાથે જોડાયેલા સવાલો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદા અને વિચારમાં પરિવર્તન ખૂબ જ મહેનતનું કામ છે.

સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ સમૂહોના વખાણ કર્યા

સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ સમૂહોના વખાણ કર્યા

જોકે ઓબામા પ્રશાસને ભારતમાં પીડિતોની સુરક્ષા માટે કામ કરનારી સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ સમૂહોની ભૂમિકાની સરાહના કરી. તેમણે જણાવ્યું, અમે ભારતમાં તે વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ અને નાગરિક સમાજ સમૂહોની સરાહના કરીએ છીએ, જે પીડિતોની સુરક્ષા માટે, લૈંગિક હિંસા રોકવા માટે અને ઘણી મુશ્કેલથી બદલાતી વસ્તુઓમાં પરિવર્તન લાવવા કાર્યરત રહે છે. યૂએસઆઇબીસીના પૂર્વ અધ્યક્ષ રોન સોમર્સે જણાવ્યું કે આ સમયની સૌથી વધારે જરૂરીયાત એ છે કે કાયદા અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે અને સમાજના તમામ વર્ગો માટે કાયદો નિષ્પક્ષ રીતે લાગુ કરવા માટે.

ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન

ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન

યૂએસઆઇબીસીના પૂર્વ અધ્યક્ષ રોન સોમર્સે જણાવ્યું કે આ સમયની સૌથી વધારે જરૂરીયાત એ છે કે કાયદા અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે અને સમાજના તમામ વર્ગો માટે કાયદો નિષ્પક્ષ રીતે લાગુ કરવા માટે.

ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન

ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન

તેમણે જણાવ્યું કે બળાત્કારના હાલના મામલાની ખબર ખૂબ જ જડપથી આવી રહી છે. આ પ્રકારનો ત્રાસવાદ આખી માનવતા માટે એક અભિશાપ છે અને તે આપણને સૌને સીધી રીતે પ્રભાવીત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું કૃત્ય ભારતની છબીને વાસ્તવમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. મૂળભૂત સુરક્ષાની વાત આવવા પર વૈશ્વિક રોકાણ અને યાત્રીઓ આવા સ્થળે જવામાં ખૂબ જ ગભરાહટ અનુભવે છે.

English summary
The United States has said it is "horrified" at reports of sexual violence and murders in India and it also applauded the role of individuals, government officials and civil society groups working to protect the survivors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X