આવી રીતે થાય છે નવા તારાનો જન્મ, જોઈ લો જેમ્સ વેબ ટેલિસ્કોપે મોકલેલા ફોટો!

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ગયા વર્ષના અંતમાં અવકાશમાં લોંચ કરેલુ જેમ્સ વેબ ટેલિસ્કોપ એક પછી એક બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરી રહ્યુ છે.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ગયા વર્ષના અંતમાં અવકાશમાં લોંચ કરેલુ જેમ્સ વેબ ટેલિસ્કોપ એક પછી એક બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરી રહ્યુ છે. હવે જેમ્સ વેબ ટેલિસ્ટોપને બ્રહ્માંડની સૌથી વધુ રહસ્યમય ઘટના પરથી પરદો હટાવ્યો છે અને તે ઘટનાને કેમેરામાં કેપ્ચર કરીને આપણા સુધી પહોંચાડી છે.

નવા ગ્રહનો જન્મ

નવા ગ્રહનો જન્મ

નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે મોકલેલા આ ફોટોમાં એક ગ્રહ તેની પ્રારંભિક સ્થિતીમાં જોવા મળી રહ્યો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપે ઈગલ નેબ્યુલાના ગેસ અને ધૂળના વિશાળકાય વાદળને કેમેરામાં કેપ્ચર કર્યુ છે. આ રોશની અર્ધ-પારદર્શી દેખાઈ રહી છે.

ઈગલ નેબ્યુલામાં અંદર સ્થિતી છે આ ગ્રહ

ઈગલ નેબ્યુલામાં અંદર સ્થિતી છે આ ગ્રહ

નાસાએ કહ્યું કે, ફોટોમાં દેખાતી આ પહાડીઓ ઈન્ટસ્ટેલર ગેસ છે. આ પૃથ્વીથી 6500 પ્રકાશવર્ષ દુર ઈગલ નેબ્યુલામાં સ્થિત છે. આ પહેલા હબલ ટેલિસ્કોપે 1995માં આનો ફોટો કેપ્ચર કર્યો હતો. જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલા આ ફોટોમાં ઈગલ નેબ્યુલામાં ગેસ અને ધૂળના ઊંચા પર્વતો જોવા મળે છે, જે આકાશગંગામાં સૌથી વધુ ઉત્પાદક સ્ટાર ફેક્ટરીઓમાંની એક છે. આ અભ્યાસ તાજેતરમાં એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો.

ઇગલ નેબ્યુલાની શોધ 18મી સદીમાં થઈ હતી

ઇગલ નેબ્યુલાની શોધ 18મી સદીમાં થઈ હતી

ઇગલ નેબ્યુલાની શોધ સૌપ્રથમ સ્વિસ ખગોળશાસ્ત્રી ફિલિપ લોઈસ ડી ચેસ્યુક્સ દ્વારા 18મી સદીમાં કરવામાં આવી હતી. ચાર્લ્સ મેસિયરે પણ સ્વતંત્ર રીતે 1764માં તેને ફરીથી શોધ્યું હતું.

બેબી સ્ટાર્સ અને મરતા તારાની પણ તસ્વીરો મોકલી

બેબી સ્ટાર્સ અને મરતા તારાની પણ તસ્વીરો મોકલી

જેમ્સ વેબ ટેલિસ્કોપે બેબી સ્ટારની તસવીરો મોકલી હતી. આ તસવીરો કેરિના નેબ્યુલાની હતી, જે પૃથ્વીથી 7600 પ્રકાશ-વર્ષ દૂર છે. કેરિના નેબ્યુલાને નર્સરી ઑફ સ્ટાર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાસાના ટેલિસ્કોપે સધર્ન રિંગ નેબ્યુલામાં મૃત્યુ પામતા તારો કેપ્ચર કર્યો હતો, જે દર્શાવે છે કે જ્યારે તારો મૃત્યુ પામે છે ત્યારે તે કેવો દેખાય છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સતત તસવીરો મોકલી રહ્યું છે

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સતત તસવીરો મોકલી રહ્યું છે

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ પછી દૂરના તારાવિશ્વો, સ્ટાર ક્લસ્ટર, બ્લેક હોલ અને બીજા આકર્ષક ચિત્રો કેપ્ચર કરી રહ્યું છે. તે લાખો વર્ષો પાછળ જોઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X