• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાનો ચેપ લાગ્યા બાદ કેટલો સમય બિમારી રહે?

By BBC News ગુજરાતી
|

કોરોનાને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃદ્ધવસ્થા અને પ્રારંભિક તબક્કામાં દેખતાં સંક્રમણનાં મોટાં પ્રમાણમાં લક્ષણો દરદીને લાંબો સમય બિમારી રાખી શકે છે

એક અભ્યાસ અનુસાર દર 20 દરદીઓમાંથી એક વ્યક્તિ ઓછાંમાં ઓછાં આઠ અઠવાડિયાં માટે બીમાર રહે છે.

કિંગ્સ કૉલેજ લંડનની એક શોધ પ્રમાણે મહિલાઓ જેઓ મેદસ્વી છે અને જેમને અસ્થમાનો રોગ છે, તેમને માટે આ ખતરો વધારે છે.

કોરોનાથી સંક્રમિત દરદીઓનાં લક્ષણો પ્રારભિંક તબક્કામાં જ ઓળકી લઈ, જરૂર પ્રમાણે યોગ્ય સારવાર ઉપબલ્ધ કરાવવી એ અભ્યાસનો ઉદ્દેશ હતો.

આ શોધ એવા કોરોના ચેપગ્રસ્તો પર આધારિત છે જેમણે 'કોવિડ સિમ્પટમ સ્ટડી ઍપ'માં પોતાનાં લક્ષણો વિશે માહિતી આપી હતી અને તેનું પરિણામ ઍપમાં જોવા મળ્યું હતું.

કયા દરદીમાં બીમારી લાંબો સમય સુધી રહેશે એનું પૂર્વાનુમાન લગાવવા વૈજ્ઞાનિકોએ આ ડેટાનો ઉપયોગ કર્યો હતો.

આ અભ્યાસનું પરિણામ ઓનલાઇન પ્રાકશિત કરવામાં આવશે. આમાં જાણવા મળ્યું છે કે કોરોનાની અસર કોઈ પણ વ્યક્તિ પર થઈ શકે છે પરંતુ અમુક એવાં કારણો છે જેનાથી ખતરો વધી જાય છે.


ખતરો શેનાથી વધે છે?

કિંગ્સ કૉલેજ ઑફ લંડનના ડૉ. ક્લૅર સ્ટીવ્ઝે બીબીસીને કહ્યું, "સંક્રમણના પ્રથમ અઠવાડિયામાં રોગનાં પાંચ અલગઅલગ લક્ષણો દેખાય તો એ ખતરનાક હોઈ શકે છે."

કોરોના સંક્રમણ માત્ર શરદી-ઉધરસ નથી અને આના માટે જવાબદાર વાઇરસ શરીરમાં અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે.

કોઈ ચેપગ્રસ્તને ઉધરસ, થાક, માથાનો દુખાવો, અતિસાર અને ગંધ ન આવવાનાં લક્ષણો હોય તો તેને ખતરો વધારે છે. જે લોકોને માત્ર ઉધરસ છે એમને પ્રમાણમાં ખતરો ઓછો છે.

ખતરો ઉંમર સાથે પણ વધે છે. 50 વર્ષથી વધારે ઉમર ધરાવવતી વ્યક્તિઓ અને મહિલાઓને પણ જોખમ વધારે હોય છે.

ડૉ.સ્ટીવ્ઝ કહે છે, "કોરોના મહામારીની શરૂઆતમાં આપણે જોયું હતું કે કોરોના સંક્રમિત પુરુષો પર ગંભીર રીતે બીમાર થવાનો અને મૃત્યુનો ખતરો વધારે હોય છે. "

"જ્યારે હવે એવું પણ લાગે છે કે મહિલાઓને કોરોનાને કારણે વધારે લાંબા સમય સુધી બીમાર રહેવાનો ખતરો છે. "

અસ્થમા અને ફેફસાંના રોગ સિવાય અન્ય કોઈ બીમારીને કારણે કોરોનામાંથી સાજા થવામાં લાંબો સમય લાગે એવો ખતરો વધતો નથી.


કોરોનાને કારણે લાંબો સમય સુધી માંદા રહેવાનો અનુભવ

https://www.youtube.com/watch?v=XP9MWddyzDQ

દરદી કોરોનાથી લાંબો સમય માંદો રહેશે કે કેમ એનાં કારણો દરેક વ્યક્તિમાં અલગઅલગ હોઈ શકે છે. જોકે, એક લક્ષણ બધામાં સામાન્ય રીતે જોવા મળ્યું છે અને એ છે થાક લાગવો.

48 વર્ષીય વિકી બૉર્નને માર્ચ મહિનામાં પહેલાં તાવ અને ખરાબ ઉધરસ આવવાની શરૂઆત થઈ. બાદમાં એમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ઉધરસની સ્થિત પણ બગડવા લાગી. તેમને ઓક્સિજન પર પણ મૂકવાં પડ્યાં હતાં.

તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવ્યાં પરંતુ ઑક્ટોબર મહિના સુધી તેઓ કોરોનાના રોગની સાથે જીવી રહ્યાં છે.

વિકીનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે પરંતુ તેમની દૃષ્ટિ પ્રભાવિત થઈ છે અને તેઓ વારંવાર ખૂબ માંદા પડી જાય છે.

પોતાનાં પાળેલાં કૂતરાંને ફેરવવા લઈ જતાં તેઓ એટલાં થાકી જાય છે કે તેમની પાસે એ સમયે વાત કરવાની પણ શક્તિ રહેતી નથી.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "બહુ આશ્ચર્યજનક રીતે મને સાંધાનો દુખાવો થવા લાગ્યો છે અને બે અઠવાડિયાં પહેલાં ફરીથી સ્વાદ અને ગંધ બંને બિલ્કુલ બંધ થઈ ગયાં હતાં."

જોકે, આવો અનુભવ કરનારાં વિકી એકલાં નથી.

આ શોધમાં કહેવામાં આવ્યું છે:

  • સાતમાંથી એક વ્યક્તિ ઓછાંમાં ઓછાં ચાર અઠવાડિયાં માટે બીમાર રહે છે.
  • 20માંથી એક વ્યક્તિ ઓછામાં ઓછાં આઠ અઠવાડિયાં માટે માંદી રહે છે.
  • 45માંથી એક વ્યક્તિ ત્રણ મહિના સુધી બીમાર રહે છે.

સંશોધકોએ કમ્પ્યૂટર કૉડનો એક ભાગ બનાવ્યો છે, જેનાથી કોરોના વાઇરસના સંક્રમણના શરૂઆતી તબક્કામાં એ જાણી શકાય કે દરર્દીને લાંબા સમય સુધી બીમાર રહેવાનો ખતરો છે કે કેમ?

જોકે, હાલ આ સચોટ તારણ નથી. આનાથી 69 ટકા લોકો વિશે સાચી માહિતી મળી કે શું તેઓ લાંબા સમય સુધી કોવિડથી બીમાર રહેશે કે નહીં. પરંતુ એ પણ જાણવા મળ્યું કે આશરે 25 ટકા લોકો જ જલદી સાજા થઈ ગયા એમનામાં લાંબા સમય સુધી ચેપ પણ રહ્યો.

ડૉ સ્ટીવ્ઝ કહે છે, " અમને લાગે છે કે આ અગત્યનું રહેશે કારણ કે આવા લોકોને ઓળખીને યોગ્ય સારવાર આપી શકાય અને પછી તેમના સંપર્કમાં રહીને તેમને જરૂરી મદદ આપવી જોઈએ."

'કોવિડ સિમ્પટમ સ્ટડી'ના પ્રમુખ પ્રોફેસર ટિમ સ્પૅક્ટર કહે છે" કોરોનાને કારણે વધારે પ્રમાણમાં મૃત્યુની ચિંતા સિવાય એ વાત પણ અગત્યની છે કે જો આ મહામારી જલદી નિયંત્રણમાં ન આવે તો કોવિડને કારણે લાંબા ગાળા સુધી માંદગી અનુભવતા લોકો પર એની કેવી અસર થાય છે."

યુકેમાં હૅલ્થ ઍન્ડ સોશિયલ કૅર સેક્રેટરી મૅટ હૅનકૉકે કહ્યું, "કોવિડ સિમ્પટમ સ્ટડી દ્વારા આપવામાં આવેલી માહિતી સ્પષ્ટ છે અને લોકોએ ખાસ કરીને યુવાનોએ આને ધ્યાને લેવાની જરૂર છે કે કોરોના વાઇરસ કોઈને સાથે ભેદભાવ નથી કરતો, તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે અને આ પ્રભાવ વિનાશકારી હોઈ શકે છે."https://www.youtube.com/watch?v=YzLM37zoIfg

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
કોરોનાનો ચેપ લાગ્યા બાદ કેટલો સમય બિમારી રહે?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X