કુવૈતમાં 2100થી વધુ ભારતીયોની ધરપકડ

જોકે કેટલા ભારતીયની ધરપકડ કરવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે કુવૈત સ્થિત ભારતીય દુતાવાસે ધરપકડ કરવામાં આવેલા 300 લોકોના પરિવારનું આવેદન સ્વીકારી લીધું છે અને અધિકારી પોલીસ સ્ટેશનોમાં જઇને આ બનાવની તપાસ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા કેટલાક લોકોને પહેલાંથી જ છોડી મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કુવૈતના ગૃહ મંત્રાલયે અચાનક જ શરૂ કરેલા સુરક્ષા અભિયાનમાં વીઝા મર્યાદા પૂરી થઇ ગઇ હોય અને માદક પદાર્થોની તસ્કરી, ચોરી, દારૂ તથા આવા અનેક કેસમાં 2136 લોકોની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
