• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9/11 બાદ અમેરિકાને ચેતવણી આપી હતી લાદેનના જમાઇએ

By Super
|
osama-sun-in-law
ન્યૂયોર્ક, 9 માર્ચઃ તાજેતરમાં તુર્કીમાંથી ધરપકડ કરાયેલા આતંકવાદી ઓસામા બિન લાદેનના જમાઇ સુલેમાન અબુ ગૈથ અંગે એક ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 9/11ના હુમલા બાદ સુલેમાને અમેરિકાને ધમકી આપી હતી કે, એક મોટી સૈના તમારી વિરુદ્ધ તૈયાર થઇ ચૂકી છે, જેમાં તેણે અમેરિકાને એક ઇસ્લામી રાષ્ટ્ર બનાવવાની અપીલ કરી હતી.

સુલેમાન ગૈથને મૈનહટનની અમેરિકન જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો. તેણે કાર્યવાહી દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં માત્ર એક કે બે શબ્દોમાં જ આપ્યા. ન્યાયાધિશ લેવિસ એ. કપલાને સુનાવણી માટે આગામી તારીખ 8 એપ્રિલ નક્કી કરી છે. જે અંગે અભિયોજકોનું કહેવું છે કે આ સુનાવણી ત્રણ સપ્તાહ સુધી ચાલશે. ન્યૂયોર્કની અદલાતના અભિયોગના આરોપ અનુસાર ગૈથે મે 2001થી 2002 સુધી લાદેનને મદદ કરી હતી. તેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલા હુમલા બાદ પણ સતત ઓસામાની મદદ કરી. તેણે આગળ પર હુમલા જારી રાખવાની વાત કરી હતી.

સુલેમાન અબુ ગૈથની ધરપકડ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સમાં જણાવાયું છે કે ગત 10 વર્ષોમાં તે ઇરાનમાં રહી રહ્યો હતો, જે ગેરકાયદે રીતે સરહદ પાર કરી ઇરાન આવ્યો હતો. તેને તુર્કીની રાજધાની અંકારામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુલેમાન ગૈથની ધરપકડના સંબંધમાં એટર્ની જનરલ એરિક હોલ્ડરે કહ્યું કે સમય અને અંતર અમેરિકાના દુશ્મનોને ન્યાયના દરબારમાં લાવવાના અમારા ઇરાદાઓને નબળા કરી શકે નહીં. આ ધરપકડથી અમે વિશ્વને સંદેશ આપવા માગીએ છીએ કે વિશ્વમાં એવો એકપણ ખુણો નથી જ્યાં અમેરિકાને ડરાવનારા દુશ્મનો બચી શકે. અમે દરેક સંભવ પ્રયત્નો કરીશું કે તેને કાયદા હેઠળ જવાબદાર ઠેરવવામાં આવે.

English summary
Sulaiman Abu Ghaith, a son in law of Osama bin Laden who once served as a spokesman for Al Qaeda said I am innocent, in front of United States attorney.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more