For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMF: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના કારણે પડશે ખરાબ પ્રભાવ

કોરોના પ્રભાવ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી રહ્યો છે જે આવનારી મોટી મંદી તરફ દુનિયાને ધકેલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયા અત્યારે વૈશ્વિક મહામાહી કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહી છે. ચીનથી નીકળેલ આ જાનલેવા વાયરસે લગભગ 145 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. આ મહામારીથી અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે જેના કારણે દુનિયાભરની સરકારો ફફડાટમાં છે. કામકાજ, વૈશ્વિક વેપાર ત્યાં સુધી કે ઘણી ઈટલી જેવા દેશોએ ખુદને સંપૂર્ણપણે બંધ કરી લીધા છે. આ બધાનો પ્રભાવ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી રહ્યો છે જે આવનારી મોટી મંદી તરફ દુનિયાને ધકેલી રહ્યો છે.

IMF

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોણના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ ચેતવણી આપતા કહ્યુ કે વૈશ્વિક કોરોના વાયરસ મહામારીનો પ્રભાવ ઘણો ગંભીર હશે પરંતુ એક લાંબી વિસ્તાર સમય અને ઉચ્ચ રોજગાર દરનો અર્થ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વર્તમાન સ્થિતિમાં મોટો ઝટકો મળી શકે છે. આઈએમએફની રણવીતિ અન સમીક્ષા વિભાગના પ્રમુખ માર્ટિન મુહેલેસેને એક ઈન્ટરવ્યુમાં આગળ કહ્યુ, અત્યારે સરકારોનુ મુખ્ય લક્ષ્ય આ રીતની મહામારીના વિસ્તારને સીમિત કરવાનો હોવો જોઈએ, જેનાથી અર્થવ્યવસ્થાને લાગનાર આર્થિક ઝટકો અસ્થાયી થાય.

તેમણે કહ્યુ કે બેંકો અને સરકારોએ બજારોને તરલતા આપવા અને તેમને કાર્યશીલ રાખવા માટે પહેલેથી જ અભૂતપૂર્વ ઉપાય કર્યા છે પરંતુ આની કદાચ વધુ જરૂર રહેશે. તેમના પ્રભાવને વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા પગલાને સમન્વય કરવા જોઈએ. આ સંકટ માટે સારા સંગઠન અને વધુ સમન્વિત આરોગ્ય પ્રતિક્રિયા જરૂર છે જેનાથી જેટલુ જલ્દી થઈ શકે આત્મવિશ્વાસ પાછો આવે. સાત અમીર દેશોના સમૂહના નેતાઓના ગયા સપ્તાહે કહ્યુ કે તે પ્રકોપનો જવાબ આપવા માટે અમુક જરૂરી પગલાં લેશે પરંતુ તેમણે આના પર વિશિષ્ટતા નથી આપી,જેનાથી બજારોમાં બેચેની વધી ગઈ છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દુનિયાની 20 મુખ્ય અર્થવ્યવસ્થા(જી20)ના નેતા આગામી સપ્તાહ એક આભાસી શિખર સંમેલન આયોજિત કરશે. તમને જણાવી દઈએ કે આ વાયરસે દુનિયાભરમાં 254,700થી વધુ લોકોને સંક્રમિત કર્યો છે અને 10,451 લોકોના મોત થયા છે. રોગા પ્રસારને રોકવાના પ્રયાસોથી દુનિયાભરમાં આપૂર્તિ અને માંગને ગંભીર ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચોઃ ઑટો-ટેક્સી યુનિયનના નિર્ણયની PM મોદીએ કરી પ્રશંસા, કોરોના સામેની લડાઈને મળશે બળઆ પણ વાંચોઃ ઑટો-ટેક્સી યુનિયનના નિર્ણયની PM મોદીએ કરી પ્રશંસા, કોરોના સામેની લડાઈને મળશે બળ

English summary
IMF sees severe impact from pandemic on global economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X