આતંકવાદ પર આંતરરાષ્ટ્રીય રૂપરેખા લાગૂ કરવામાં આવે: ભારત

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના રૂલ ઓફ લો એટ ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ્સ પર સંબોધન કરતાં સાંસદ ધમેન્દ્ર યાદવે કહ્યું હતું કે આતંકવાદની વિરૂદ્ધની લડાઇમાં ભારત સંપૂર્ણ કાર્યવાહીનું આહવાન કરે છે, જે વિશ્વ શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
હિંદીમાં ભાષણ આપતાં યાદવે કહ્યું હતું કે દુનિયાના કોઇપણ ખૂણામાં આતંકવાદીઓને આશ્રય આપવા સહિત આતંકવાદ સામે લડવા માટે ઇમાનદારી અને અસરકારક રીતે આંતરરાષ્ટ્રીય કાનૂની રૂપરેખાને લાગૂ કરવી જોઇએ. મહાસભાના 67મા સત્રમાં ભાગ લેવા માટે આવેલા સાંસદોના સમૂહમાં ધમેન્દ્ર યાદવ પણ હતા.












Click it and Unblock the Notifications
