Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઈમરાન ખાનનો ભારત પ્રેમ ફરી છલકાયો, કહી દીધી આ વાત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા બદલ મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા બદલ મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે.

Imran khan

ટ્વીટ કરીને મોદી સરકારની પ્રશંસા કરી

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે, ક્વાડના સભ્ય હોવા છતાં, ભારતે પોતાને યુએસ દબાણથી દૂર રાખ્યું અને જનતાને રાહત આપવા માટે સબસિડીવાળા રશિયન તેલની ખરીદી કરી. સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી અમારી સરકાર જે હાંસલ કરવા માટે કામ કરી રહી હતી તે ભારતે કરી બતાવ્યું છે.

પાક સરકાર પર સાધ્યું નિશાન

પોતાના દેશની સરકાર પર નિશાન સાધતા પાકિસ્તાનના પૂર્વ PMએ જણાવ્યું હતું કે, અમારી સરકાર માટે પાકિસ્તાનનું હિત સર્વોપરી હતું, પરંતુ કમનસીબે સ્થાનિક મીર જાફરો અને મીર સાદિક સત્તા પરિવર્તન માટે બહારના દબાણને વશ થઈ ગયા છે અને હવે માથા વગરના કુકડાની જેમ આમ તેમ ભટકી રહ્યા છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને જનતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ટેક્સ ઘટાડ્યો છે. આ પછી પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેરળ અને રાજસ્થાન સરકારે પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હી : 96.72 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 113.35 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 106.03 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 102.63 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 101.94 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 97.81 રૂપિયા પ્રતિ લીટર
  • કેરળ : 117.17 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર : 108.48 રૂપિયા પ્રતિ લીટર

આજના ડીઝલના ભાવ

  • દિલ્હી : 86.62 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 97.28 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 92.76 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 94.24 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 87.89 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
  • કેરળ : 103.93 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર : 93.72 રૂપિયા પ્રતિ લીટર

ઘરે બેઠા તપાસો પેટ્રોલ ડીઝલના ભાવ

  • https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
  • અથવા
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
  • અથવા
  • 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP સ્પેસ પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X