For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારંવાર હિંદુ દેવી-દેવતાઓનું આ રીતે થતું રહ્યું છે અપમાન!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 15 ઓક્ટોબર: દિવાળીના તહેવારમાં ઓનલાઇન શોપિંગ વેબસાઇટમાં જાણે જુવાળ ફાટી નીકળ્યો છે. પરંતુ જાણીતી શોપિંગ વેબસાઇટ એમેજોન ડોટ કોમ હાલમાં વિવાદોમાં છે. એમેજોને હિન્દુ દેવી-દેવી દેવતાઓની તસવીરથી બનેલા મહિલાઓની લેંગિંગને બજારમાં ઉતારી છે. વેબસાઇટની આ નવા રેંજ પર કેટલાંક હિંદુ સંગઠન જોરદાર વિરોધ કરી રહ્યા છે. લેગિંગ પર થયેલા હિંદુ દેવતાઓની પ્રિંટથી નારાજ હિંદુ સંગઠનોએ તેને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.

આ ઉપરાંત કેટલાંક હિંદુ સંગઠનોએ એમેજોન ડોટ કોમને બંધ કરવાની માગ કરી છે. હિંદુ સંગઠનોનો આરોપ છે કે કંપનીએ મહિલાઓની દેવી-દેવતાઓથી છપાયેલી 11 લેગિંગને વેબસાઇટ પર વેચી છે. સંગઠનના એક યુવકે જણાવ્યું કે હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. એવામાં પગ અને હિપ્સમાં દેવી દેવતાઓથી છપાયેલ લેગિંગ પહેરવાથી અમારી ધાર્મિક લાગણીઓ દુભાય છે. સંગઠને વેબસાઇટને માફી માગવા જણાવ્યું છે.

આપને જણાવી દઇએ કે એમેજોન પર વેચાઇ રહેલી લેગિંગ પર રામ, રાધા-કૃષ્ણ, હનુમાન, ગણેશ, શિવ, બ્રહ્મા વગેરે ભગવાનોની તસવીર પ્રદર્શિત કરવામાં રહી છે. લેગિંગને યીઝમ બ્રાંડે તૈયાર કરી છે. લેગિંગ પર દેવી-દેવતાઓનું પ્રિંટ કરીને હિંદુઓની ધાર્મિક ભાવના સાથે રમત કરવાનો આ પહેલો કિસ્સો નથી. વિદેશોમાં આની પહેલા પણ હિંદુ દેવી-દેવતાઓનું ઘણીવાર અપમાન કરવામાં આવ્યું છે. આ મામલાઓને જુઓ તસવીરોમાં...

હોલીવુડ એક્ટ્રેસે પણ કર્યું અપમાન

હોલીવુડ એક્ટ્રેસે પણ કર્યું અપમાન

હોલીવુડ એક્ટ્રેસ અને મોડલ હેદી ક્લમ પણ એક વાર ન્યૂયોર્કમાં એક પાર્ટીમાં કાળી માતાનું વેશ ધારણ કરીને પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયામાં બીયરની બોટલ પર ભગવાન

ઓસ્ટ્રેલિયામાં બીયરની બોટલ પર ભગવાન

બીયરની બોટલો પર ભગવાન ગણેશની તસવીરને લઇને ઓસ્ટ્રેલિયાની એક કંપનીને હિંદુ સંગઠનોના નિશાન પર આવી ગઇ હતી. કંપનીના આ કૃત્ય પર હિંદુ સંગઠન આક્રમક વલણમાં આવ્યું અને બજારમાંથી બધી બોટલો પરત ખેંચાવી.

બૂટ-ચપ્પલ પર દેવી દેવતાઓની તસવીર

બૂટ-ચપ્પલ પર દેવી દેવતાઓની તસવીર

અમેરિકાની એક જાણીતી કંપનીએ ભગવાનોની તસવીરવાળા શૂઝ બજારમાં ઉતાર્યા હતા. વિરોધ બાદ કંપનીએ માફી પણ માગી લીધી અને બજારમાંથી તમામ શૂઝ પરત મગાવી લીધા.

બિકની પર લક્ષ્મીજીની તસવીર

બિકની પર લક્ષ્મીજીની તસવીર

ઓસ્ટ્રેલિયામાં મે, 2011માં સિડનીમાં આયોજિત એક ફેશન શોમાં હિંદુ દેવી દેવતાઓનું અપમાન મોડલો દ્વારા પહેરવામાં આવેલ બિકીની પર માતા લક્ષ્મીજીની તસવીરો છાપીને કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં તેની પર બબાલ મચતા ઓસ્ટ્રેલિયન ડિઝાઇનરે માફી માગી લીધી અને આ વસ્ત્રો પરનું વેચાણ બંધ કરી દીધું.

લીસા બ્લૂએ ડિઝાઇન કરી હતી ડ્રેસ

લીસા બ્લૂએ ડિઝાઇન કરી હતી ડ્રેસ

બિકીની ઓસ્ટ્રેલિયાની ડિઝાઇનર લીશા બ્લૂએ આ બિકીની ડિઝાઇન કરી હતી. ઓસ્ટ્રેલિયન ફેશન વીકમાં લીસા બ્લૂનો આ પહેલો શો હતો. લીસા લક્ષ્મીની તસવીરને ભગવાન કૃષ્ણની તસવીર ગણાવી રહી હતી.

ભગવાન ગણેશની ઉડાવી મજાક

ભગવાન ગણેશની ઉડાવી મજાક

ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર 2011માં હિંદુઓમાં સર્વપ્રથમ પૂજનીય ભગવાન ગણેશજીની મજાક ઉડાવવામાં આવી હતી. એક નાટકમાં ભગવાન ગણેશ દ્વારા હિટલરની ગુપ્તચર સેવા દ્વારા પૂછપરછ કરતા બતાવવામાં આવ્યા હતા.

નાટકનું નામ 'ધ ગણેશ વર્સિઝ ધ થર્ડ રાઇક'

નાટકનું નામ 'ધ ગણેશ વર્સિઝ ધ થર્ડ રાઇક'

આ નાટકનું વર્લ્ડ પ્રીમિયર 29 સપ્ટેમ્બરના રોજ મેલબોર્ન ફેસ્ટિવલમાં થવાનું હતું. આ નાટક બેક ટૂ બેક થિયેટરે પ્લે કર્યું હતું. નાટકમાં બતાવવામાં આવ્યું હતું કે એડોલ્ફ હિટલરની ગુપ્તચર સેવા ભગવાન ગણેશની પૂછપરછ કરે છે.

અમેરિકામાં પણ થયું દેવતાઓનું અપમાન

અમેરિકામાં પણ થયું દેવતાઓનું અપમાન

જાન્યુઆરી 2012માં એક અમેરિકન ટીવી ચેનલની વેબસાઇટ પર એક રિપોર્ટમાં હિંદુઓની ભાવનાઓનું અપમાન કરતા આરાધ્ય દેવી-દેવતાઓને અજબ કહ્યા હતા. એનબીસી શિકાગોની વેબસાઇટ પર આઇસ હોકી સાથે જોડાયેલ એક સમાચારમાં એક ટીમ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ ટીમ અજબ હિંદુ દેવતાઓની જેમ એક જગ્યાએ ઘેરો નાખ્યો હતો.

English summary
Upset Hindus have urged world's largest online retailer Amazon.com headquartered for the immediate withdrawal of women's leggings carrying images of various Hindu gods and goddesses and sold on its website, calling it inappropriate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X