For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાની ઇચ્છા, ઇન્ડો-યૂએસ સંબંધો બને વધુ મજબૂત

By Super
|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગ્ટન, 1 ફેબ્રુઆરીઃ વ્હાઇટ હાઉસે કહ્યું કે બરાક ઓબામા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો બીજા કાર્યકાળમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાને લઇને આશાન્વિત છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જે કાર્નીએ અહીં પત્રકારોને કહ્યું, 'ભારત માત્ર ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક અતિ મહત્વપૂર્ણ દેશ છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના આ સંબંધને વધારવા તથા આ ક્ષેત્રમાં વિશ્વમાં ભાગીદારી લક્ષ્યો માટે સાથે મળીને કામ કરવા પ્રત્યે આશાન્વિત છે.'

એક પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે, ' હું સમજું છું કે જો તમે એ આશા રાખી શકો છો કે પોતાના બીજા કાર્યકાળમાં તેઓ તેને સફળતા ગણશે, જો હાલના દ્વિપક્ષીય સંબંધ તેમના બીજા કાર્યકાળમાં વધુ ગાઢ બનશે.

નોંધનીય છે કે, થોડા સમયે પહેલા હિલેરી ક્લિન્ટને પણ ભારત અને યુએસના સંબંધોને લઇને કહ્યું હતું કે, ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી વિશ્વને પહેલા કરતા વધારે એકજૂટ, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવી રહી છે.

English summary
Describing India as "an incredibly important country in the world", the White House has said President Barack Obama will continue to enhance the depth of US relationship with New Delhi in his second term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X