છેવટે પશ્ચિમી દેશો સાથે ઉભુ રહ્યુ ભારત, UNSCમાં રશિયાના પ્રસ્તાવ પર ન આપ્યો વોટ
યુક્રેન માનવીય સ્થિતિના સમાધાનને લઈને રશિયાએ યુનાઈટેડ નેશન્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો જેના સમર્થનમાં વોટ કરવાનુ ભારતે ટાળ્યુ છે.
ન્યૂયૉર્કઃ યુક્રેન માનવીય સ્થિતિના સમાધાનને લઈને રશિયાએ યુનાઈટેડ નેશન્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો જેના સમર્થનમાં વોટ કરવાનુ ભારતે ટાળ્યુ છે. ભારતે પશ્ચિમી દેશોનો સાથ આપીને આ પ્રસ્તાવ પર વોટ આપ્યો નથી. આ પ્રસ્તાવનો મોટાભાગના દેશોએ વિરોધ કર્યો અને રશિયાને યુક્રેન પર હુમલા માટે જવાબદાર ગણાવ્યુ છે. ભારત સાથે યુએઈએએ પણ પશ્ચિમી દેશોનો સાથ આપીને રશિયાના પ્રસ્તાવ પર વોટ આપ્યો નથી. આ પ્રસ્તાવ પર માત્ર રશિયા અને ચીને જ રશિયાના સમર્થનમાં વોટ આપ્યો જ્યારે 13 દેશોએ આ પ્રસ્તાવથી અંતર જાળવી લીધુ છે.

વળી, રશિયાના આ પ્રસ્તાવ પર અમેરિકાએ આકરી ટીપ્પણી કરી છે. યુએનમાં અમેરિકાના રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફીલ્ડે કહ્યુ કે રશિયાએ યુદ્ધ છેડ્યુ, તેણે જ હુમલો કર્યો અને તેણે જ યુક્રેનમાં ઘૂસણખોરી કરી, યુક્રેનમાં લોકો પર અત્યાચાર માટે એકમાત્ર જવાબદાર દેશ રશિયા છે. હવે આ લોકો ઈચ્છે છે કે આપણે એ પ્રસ્તાવને પાસ કરીએ જે તેમની ક્રૂરતાનો પણ સ્વીકાર ના કરે. રશિયા તરફથી આ ખૂબ જ બિનજવાબદાર પગલુ છે, આ રશિયાના બેશરમી છે કે તેણે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે યુક્રેનમાં માનવીય સંકટનુ આંતરરાષ્ટ્રીય સમુદાય સમાધાન કાઢે જેના માટે માત્ર ખુદ રશિયા જ જવાબદાર છે.
વળી, બ્રિટનના રાજદૂત બાર્બરા વુડવર્ડે કહ્યુ કે જો રશિયા માનવીય સ્થિતિની પરવા કરતુ હોય તો તે આવી ચાલ ચાલવાના બદલે બાળકો પર બોમ્બમારો કરવાનુ બંધ કરે. પરંતુ આ લોકોએ બોમ્બમારો બંધ કર્યો નથી. તમને જણાવી દઈએ કે રશિયાના પ્રસ્તાવનુ માત્ર ચીને જ સમર્થન કર્યુ છે. તેણે આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપ્યો. ચીને કહ્યુ કે યુએનએસસીએ યુક્રેનમાં માનવીય સંકટનો ઉકેલ લાવવામાં ભૂમિકા નિભાવવી જોઈએ. ચીનના સ્થાયી પ્રતિનિધિ ઝેંગ જુને આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ. તમને જણાવી દઈએ કે યુએનએસસીમાં પ્રસ્તાવ પાસ થવા કે ફગાવી દેવા માટે ઓછામાં ઓછા 9 વોટ જોઈએ પરંતુ રશિયા પ્રસ્તાવ પર માત્ર રશિયા, ચીન, બ્રિટન, ફ્રાંસ અને અમેરિકાએ વોટ કર્યો જેના કારણે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.












Click it and Unblock the Notifications
