ભારતનું પહેલું પરમાણુ પરિક્ષણ નિષ્ફળતાની નજીક હતું'

માહિતીના સ્વાતંત્ર્ય કાયદા હેઠળ અમેરિકાની નેશનલ સિક્યોરિટી આર્કાઇવે(એનએસએ) વિદેશ મંત્રાલય પાસેથી મેળવેલા આ દસ્તાવેજોને શુક્રવારે જાહેર કર્યા હતા. એનએસએ એ કહ્યું કે, અમેરિકન જાસૂસી સંસ્થાએ કરેલા આ પ્રકારના મુલ્યાકંન પાછળનું કારણ 1974ના પરમાણુ પરિક્ષણની ઓછી વિસ્ફોટક શક્તિ હોઇ શકે છે.
'ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા'ના નામ હેઠળ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં એક થર્મોન્યૂક્લિયર ડિવાઇસથી આ પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, આ ડિવાઇસની વિસ્ફોટક શક્તિ ચર્ચાનો મુદ્દો રહ્યો છે, પરંતુ માનવામાં આવે છે કે તેની વાસ્તવિક વિસ્ફોટક શક્તિ 8થી 12 કિલોટન ટીએનટી હતી.
24 જાન્યુઆરી, 1996ના જાસૂસી મુલ્યાકંન દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વૈજ્ઞાનિક સમુદાય તત્કાલીન પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ પર બીજું પરમાણુ પરિક્ષણ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. દસ્તાવેજ કોઇપણ પ્રકારના વિસ્તૃત કારણ પર પહોંચ્યા વગર કહેવામાં આવ્યું છે કે, બની શકે કે 1974ના નિષ્ફળતા નજીકના પરિક્ષણ બાદ વૈજ્ઞાનિકો રાવ પર ભારતના અપ્રમાણિત પરમાણુ ઉપકરણ અને પરિક્ષણ માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય.
અમેરિકન વૈજ્ઞાનિક સંઘ(એફએએસ)એ પોતાની વેબસાઇટમાં દાવો કર્યો છે કે બની શકે કે, 18 મે, 1974એ ભારત દ્વારા કરવામા આવેલા પરમાણુ પરિક્ષણ આંશિક રીતે જ સફળ હોય. એફએએસે કહ્યું કે, અમેરિકન જાસૂસી સમુદાયે વાસ્તવિક વિસ્ફોટક શક્તિએ ચારથી છ કિલોટન વચ્ચે હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરિક્ષણથી 47થી 75ના અંતરમાં દસ મીટરની ઉંડાઇનો ખાડો થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
