પાકિસ્તાનના લીધે ખતરામાં છે 'પોલિયો મુક્ત ભારત'

polio
ફ્રાંસ, 14 જુલાઇ: જી હાં જો તાત્કાલિક પાકિસ્તાને પોલિયો વિરૂદ્ધ કેટલાક સક્રિય પગલાં ભર્યા નહી તો ખતરો ફક્ત પાકિસ્તાનને જ નહી, પરંતુ ભારત સહિત અન્ય પડોશી દેશોને વેઠવો પડશે.

જો કે ભારતનું નામ પોલિયો મુક્ત દેશોમાં સામેલ છે. 2011 થી 2014 સુધીમાં ભારતમાં પોલિયોનો એકપણ કેસ સામે આવ્યો નથી. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યૂએચઓ)એ ભારતને પોલિયો મુક્ત હોવાનું સર્ટિફિકેટ આપ્યું છે. આજે ભલે ભારતે પોલિયો પર વિજય મેળવી લીધો હોય, પરંતુ પાકિસ્તાનના લીધે ખતરો યથાવત છે. પોલિયો વાયરસ કોઇપણ કેરિયરના માધ્યમથી પાકિસ્તાનથી ભારત આવી શકે છે. જો કે ભારતની વર્ષોની મહેનતની સાથે-સાથે ખરબો રૂપિયા પર પાણી ફરી વળશે.

દુનિયાની ટોચની પોલિયો દવા કંપની સેનોફી પાસ્તુરે ચેતવ્યા છે કે પાકિસ્તાનમાં પોલિયોના વધતા જતા કેસ તેના પડોશી દેશ ભારત તથા અન્ય માટે ખતરો છે. કંપનીએ કહ્યું કે 'પાકિસ્તાનમાં પરિસ્થિતી ચિંતાજનક અને બદથી બદતર થતી જોવા મળી રહી છે. વિસ્તારમાં રાજકીય અનિશ્વિતતાના લીધે રસીકરણ એકદમ મુશ્કેલ થઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાકિસ્તાનમાં પોલિયોના 82 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ડબ્લ્યૂએચઓએ મે મહિનામાં પાક્સિતાન, સીરિયા અને કેમરનને સલાહ આપી હતી કે તે તાત્કાલિક આ તરફ પગલાં ભરે જેથી પોલિયો ઉન્મૂલનની દિશામાં પ્રભાવી પગલાં ભરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X