'ચીન-પાક સાથે સંભવિત યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ભારત'

બીજિંગ, 15 મે: ચીનના એક થિંક ટેંકનું કહેવું છે કે ભારત નિરંતર પાકિસ્તાનને પોતાના માટે 'વાસ્તવિક ખતરા'મા રૂપમાં જોવે છે તથા તે પાકિસ્તાન તથા ચીન સાથે બીજા મોરચા પર યુદ્ધની સ્થિતીને ધ્યાનમાં રાખીને સૈન્ય રણનિતી બનાવી રહ્યું છે.

'ચાઇનીઝ એકેડમી ઑફ સોશિયલ સાયન્સ' (કેન્સ) દ્વારા તૈયાર પ્રથમ બ્લૂ બુકમાં કહેવામાં આવ્યું છે કે ભારત માટે પાકિસ્તાન 'વાસ્તવિક ખતરો' છે અને તે માટે નવી દિલ્હી ઉચ્ચ સ્તરની સતર્કતા વર્તે છે તથા તૈયારીઓ કરે છે.

રિપોર્ટ અનુસાર ભારતીય સેનાની તૈનાતીનું મુખ્ય કેન્દ્રબિંદુ પાકિસ્તાન રહ્યું છે, પરંતુ તાજેતરના દિવસોમાં ચીન અને પાકિસ્તાનના બેવડા મોરચાના સંદર્ભમાં સમયાજિત કરવામાં આવે છે. આ પુસ્તિકા ચીની ભાષામાં પ્રકાશિત કરવામાં આવી છે. ભારત પર પ્રથમ વાર આ પ્રકારની પુસ્તિકા જાહેર કરવામાં આવી છે.

china-pak

થિંલ ટેંકે કહ્યું છે કે નવી દિલ્હી ચીન તથા પાકિસ્તાન વિરૂદ્ધ એકસાથે યુદ્ધની સ્થિતીને લઇને ધ્યાન આપી રહ્યું છે. ચીનના થિંક ટેંકના રિપોર્ટમાં સમુદ્રી વિસ્તારમાં ભારતની હાલની તૈનાતીનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે ચીનની ચિંતાનું મુખ્ય કારણ છે કારણ કે ભારત સમુદ્રી વિસ્તારમાં ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. તેમાં ભારતના રક્ષા બજેટમાં થયેલાનો વધારાનો ઉલ્લેખ કર્યો છે.

ભારત આંતરરાષ્ટ્રીય હથિયારોનું સૌથી મોટો ખરીદદાર બની ગયું છે. તેને કહ્યું છે કે ભારતે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાલ સાથે સંબંધ બનાવવાની સાથે-સાથે અફઘાનિસ્તાનની સાથે રણનિતિક ભાગીદારી સ્થાપિત કરી છે. આ રિપોર્ટમાં જર્મની, જાપાન અને બ્રાજીલની સાથે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સ્થાપી સદસ્યતા પ્રાપ્ત કરવા ભારતના પ્રયત્નોનો પણ ઉલ્લેખ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X