વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવી દૂર્ભાગ્યપૂર્ણઃ પાકિસ્તાન
ભારત દ્વારા શુક્રવારે વાતચીતની પહેલ ઠુકરાવાયા બાદ પાકિસ્તાને આને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે. પાકિસ્તાન સરકાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ની બેઠક દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે નિર્ધારિત વાતચીત રદ કરવા અને ભારત દ્વારા અપાયેલા કારણોને અસુવિધાજનક ગણાવ્યા છે. પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે 24 કલાકની અંદર બે દેશોના વિદેશ મંત્રીઓની બેઠકને રદ કરવી દૂર્ભાગ્યપૂર્ણ છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાનની નિર્મમતાથી થયેલા મોત બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથે યોજાનાર બેઠક ટાળી દીધી હતી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે ભારતની ટિપ્પણીને બધા પ્રકારની વાતચીત અને ડિપ્લોમેટિક ડાયલોગના માનદંડો વિરુદ્ધ ગણાવ્યુ છે. પાકિસ્તાન સાથે વાતચીત રદ કરતા ભારતે પાકિસ્તાન સાથે બેઠક રદ કરવાના પોતાના નિર્ણયની ઘોષણા કરતા કહ્યુ હતુ કે ક્રૂર હત્યાઓના કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો અસલી ચહેરો સામે આવી ગયો છે અને આવા વાતાવરણમાં વાતચીત કરી શકાય નહિ.
આ પણ વાંચોઃ UNGA માં મળશે ભારત-પાકના વિદેશ મંત્રી, બેઠક થશે, વાતચીત નહિઃ રવીશ કુમાર
પડોશી દેશે પોતાના નિવેદનમાં કહ્યુ, 'પાકિસ્તાન હંમેશા સમાન સાર્વભૌમ, પારસ્પરિક સમ્માન અને પારસ્પરિક હિતોના આધાર પર ભારત સાથે શાંતિપૂર્ણ અને સારા પડોશી સંબંધ ઈચ્છે છે. અમારા વિચારમાં સંવાદ અને કૂટનીતિ બંને દેશો માટે એકમાત્ર રચનાત્મક રીત છે જેનાથી પારસ્પરિક ચિંતાઓ, પુનઃ વિશ્વાસ સ્થાપિત કરવા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવા અને દક્ષિણ એશિયામાં એક સ્થાયી શાંતિ સ્થાપવા માટે સંબોધિત કરી શકાય છે.' પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ ન્યૂયોર્કમાં યોજાનાર વાતચીત રદ થવા પર કહ્યુ, 'અમે કહી દીધુ હતુ કે જો ભારત એક પગલુ આગળ આવશે તો અમે બે પગલાં આગળ વધીશુ. પરંતુ હવે એવુ લાગે છે કે ભારત એક પગલુ આગળ વધવામાં ડગમગી ગયુ છે.' કુરેશીએ કહ્યુ કે ભારત આંતરિક દબાણનો સામનો કરી રહ્યુ છે.