For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UN : ભારતે કહ્યું "અસફળ પાકિસ્તાન" કરે છે જાહેરમાં હાફિઝની મદદ

જેનેવામાં ચાલી રહેલ યુએનએચઆઇસીના 37માં સેશનમાં ભારતે સ્થાયી મિશનમાં સેકેન્ડ સેક્રેટરી મિની દેવી કુમામે ભારત તરફથી પાકિસ્તાન કર્યા આકરા પ્રહાર જાણો અહીં

|
Google Oneindia Gujarati News

ભારત દ્વારા હાલની પરિસ્થિતિઓમાં આંતરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાને સણસણતો જવાબ આપવામાં કચાશ નથી છોડવામાં આવતી. યુનાઇટેડ નેશન્સમાં ભારતે ફરી એક વાર પાકિસ્તાનની પોલ ખોલી છે. ભારતે સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં યુનાઇટેડ નેશન્સ હ્યૂમન રાઇટ્સ કાઉન્સિલ એટલે કે યુએનએચઆઇસીમાં પાકિસ્તાનને એક અસફળ દેશનું ટેગ આપી જમ્મુ કાશ્મીરમાં આંતકવાદને ફેલવવા માટે દોષી કરાર કર્યું છે. સાથે જ ભારતે કહ્યું છે કે પાકિસ્તાન જાહેરમાં હાફિઝ સઇદ જેવા આંતકીઓનું સમર્થન કરે છે. જેને યુએન દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે યુએનમાં ભારત તરફથી પાકિસ્તાનને કેવા આકાર પ્રહારો કરવામાં આવ્યા તે અંગે વિગતવાર જાણો અહીં...

આર્થિક મદદ

આર્થિક મદદ

જેનેવામાં ચાલી રહેલ યુએનએચઆઇસીના 37માં સેશનમાં ભારતે સ્થાયી મિશનમાં સેકેન્ડ સેક્રેટરી મિની દેવી કુમામે ભારત તરફથી પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તેણે રેજોલ્યૂશન 1267નું ઉલ્લંધન કર્યું છે. તેણે યુએન દ્વારા આંતકી જાહેર કરવામાં આવેલા હાફિઝ સઇદને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરવાની છૂટ આપી છે. પાકિસ્તાનની સીમામાં રહીને તે પાકના સમર્થન સાથે તેના ષડયંત્રોને સમર્થન આપી રહ્યો છે.

મુંબઇ હુમલો

મુંબઇ હુમલો

કુમાને કહ્યું કે ભારત હજી પણ પાકિસ્તાન સરકાર તરફથી મુંબઇમાં વર્ષ 2008માં અને 2016માં પઠાણકોટમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં સામેલ આંતકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રાહ જોઇ રહ્યો છે. યુએન તરફથી જેને આંતકી જાહેર કરવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનમાં રહીને ફંડ મેળવી રહ્યો છે. કુમામે કહ્યું કે દુનિયાના આવા દેશને માનવઅધિકારો પર ભાષણ આપવાની જરૂર નથી જેની પોતાની હાલત અસફળ દેશ જેવી હોય.

સ્પેશ્યલ ટેરરિસ્ટ ઝોન

સ્પેશ્યલ ટેરરિસ્ટ ઝોન

આ પહેલા ભારતે પાકિસ્તાનને ગુરુવારે યુએનએચઆરસીમાં સ્પેશ્યલ ટેરરિસ્ટ ઝોન કહ્યું હતું. ભારતે આ ટાઇટલ સાથે જ ફરી એક વાર દુનિયાને પાકિસ્તાનની હકીકતની જણાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે સ્પેશ્યલ ઇકોનોમિકલ ઝોનના ટાઇટલ પરથી જ તેને સ્પેશ્યલ ટેરરિસ્ટ ઝોનનું ખિતાબ આપ્યું હતું. સાથે જ ભારતે આ પરિષદમાં કહ્યું હતું કે કે અમે પરિષદને અપીલ કરીએ છીએ કે તે પાકિસ્તાન તરફથી સીમા પર થઇ રહેલી ધૂસખોરી પર ધ્યાન આપે, અહીં હાજર સ્પેશ્યલ ટેરરિસ્ટ જોન છે કે જ્યાં આતંકીઓને સલામત સ્થળ આપવામાં આવે છે તેને નાબૂદ કરવા માટે પગલાં લે. સાથે જ ટેરર ફાઇનેંસિંગને પણ રોકે.

English summary
India in UN : 'Failed state' Pakistan openly supporting cross-border terrorism, Hafiz Saeed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X