મહાત્મા ગાંધીના નામે દારૂ વેચી રહી છે અમેરિકાની કંપની, ફરિયાદ દાખલ

હૈદરાબાદ, 4 જાન્યુઆરી: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એક બિયર કંપનીએ પોતાના બ્રાંડ એંબેસડર બનાવી દીધા છે. વાંચીને આપ ચોક્કસ ચોંકી ઉઠશો, પરંતુ આ સત્ય છે. અમેરિકામાં એક બિયર બનાવનારી કંપનીએ પોતાના એક બિયર પ્રોડક્ટનું નામ રાખ્યું છે ગાંધી-બોટ. એટલું જ નહીં કંપનીએ તેના માટે બિયરના કેન પર મહાત્મા ગાંધીનો ફોટો પણ મૂક્યો છે.

અમેરિકન કંપનીની આ હરકતથી ભારતીય મૂળના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય મૂળના લોકોએ કંપનીને પોતાની આ હરકત માટે માફી માગવા અને બજારમાંથી આ પ્રોડક્ટને તાત્કાલિક પર લેવા જણાવ્યું છે.

beer
હૈદરાબાદના વકીલ જનાર્દન રેડ્ડીએ બિયર વેચવા માટે ગાંધીના નામનો ઉપયોગ કરવા પર અમેરિકન લિકર કંપનીની વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રેડ્ડીએ કંપનીની આ હરકતને મહત્મા ગાંધીનું અપમાન ગણાવતા દંડનીય ગુનો ગણાવ્યો છે.

અમેરિકામાં બિયર બનાવનારી ન્યૂ ઇંગ્લેન્ડ બ્રૂઇંગ કંપનીએ ગાંધીજીના નામ પર પોતાની આ બિયરને 'ગાંધી-બૉટ' નામ આપ્યું છે. કંપનીએ ગાંધીજીના નામનો જ નહીં પરંતુ ગ્રાહકોને લુભાવવા માટે તેમના વિચારોનો પણ ઉપયોગ કર્યો છે.

કંપનીએ પોતાની સાઇટ પર બિયર અંગે જણાવતા લખ્યું છે કે આ ગાંધી બૉટ બિયર સંપૂર્ણ રીતે શાકાહારી છે અને આત્મશુદ્ધિકરણ, સત્ય અને પ્રેમની શોધ કરનારાઓ માટે આદર્શ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X