For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અમેરિકન અરૂણ મજમુદાર બન્યા અમેરિકાના વિજ્ઞાન રાજદૂત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 5 ડિસેમ્બર : સ્ટેનફર્ડ યુનિવર્સિટી સંબંધિત ભારતીય મૂળના અગ્રણી અમેરિકન વિજ્ઞાની અરૂણ મજમુદાર હવે અમેરિકાના વિજ્ઞાન દૂતો પૈકી એક હશે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે અરૂણ મજમુદાર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમની સાથે અન્ય ત્રણ પીટર હોટેજ, જેન લુબશેકો અને ગેરી રિચમંડ પણ આવતા વર્ષે જાન્યુઆરી 2015થી અમેરિકાના વિજ્ઞાન દૂત તરીકે સેવા આપશે.

scientist

વિભાગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પોતાના પૂરોગામી 9 અધિકારીઓની જેમ જ આ વિશિષ્ટ વિજ્ઞાનીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના અન્ય દેશોની સાથે વિજ્ઞાનના સહયોગને વધારવા અને પ્રોત્સાહિત કરવા તથા આર્થિક સમૃદ્ધિમાં તેજી લાવવાના હેતુથી નાગરિક અને સરકારના સ્તર પર સક્રિય રહેશે. આ માટે તેઓ પરસ્પરના સંબંધો મારફતે લાભને વધારવા માટે આ દેશો સાથે સહયોગ વિકસાવવા, સહભાગિતામાં સુધારો લાવવા કામ કરશે.

વિદેશ વિભાગે એમ પણ જણાવ્યું કે વિજ્ઞાન દૂતોએ અંગત રીતે નાગરિકોને મળવાનું હોય છે. આ ઉપરાંત વ્હાઇટ હાઉસ તથા વૈજ્ઞાનિક સમુદાયને સહયોગના સંભવિત અવસરો અંગે માર્ગદર્શન આપવાનું હોય છે.

English summary
Indian American scientist Arun Majmudar became America's Science Envoy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X