ભારતીય કંપનીઓએ અમેરિકામાં એક લાખને નોકરી આપી

jobs
વૉશિંગ્ટન, 8 જુલાઇ : અમેરિકા ભારત સાથેની સ્પર્ધામાં રહેવા માટે પોતાના નિયમો બદલી રહી છે. અમેરિકા અવારનવાર તેમની કંપનીઓને ચેતવી રહી છે કે ભારતીયોને રોજગાર આપવાને બદલે અમેરિકન્સનો રોજગાર આપીને અમેરિકામાં બેરોજગારી દર ઘટાડવામાં આવે. જો કે આ સામે અમેરિકાએ ભારતીય કંપનીઓએ અમેરિકનોને રોજગાર આપીને પગભર કરવાના ઉત્કૃષ્ટ કાર્ય અંગે ક્યારેય વાત કરી નથી. વાસ્તવિકતા એ છે કે ભારતીય કંપનીઓએ અમેરિકામાં 11 અબજ અમેરિકન ડૉલરનું રોકાણ કર્યું છે. આ અધધધ રોકાણને કારણે અમેરિકામાં એક લાખથી વધુ લોકોને જૉબ મળી છે.

આ બાબતમાં શ્લ્ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં નોંધાયેલા આંકડા ‘ઇન્વેસ્ટિંગ ઇન અમેરિકા, હાઉ ઇન્ડિયા હેલ્પ્સ ક્રીએટ અમેરિકન જૉબ્સ' નામના રિપોર્ટમાં આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ કાઉન્સિલના 38મા સ્થાપના દિને 11 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે ભારતીય કંપનીઓ દ્વારા અમેરિકનોને રોજગારી આપવા અંગે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઑફ સ્ટેટ વિલિયમ બન્ર્સે કહ્યું હતું કે વર્ષ 2000-2010 સુધીમાં અમેરિકામાં ભારતીયો દ્વારા સીધું રોકાણ 200 મિલિયન અમેરિકન ડૉલરથી પાંચ અબજ અમેરિકન ડૉલર સુધી પહોંચી ગયું છે અને ભારતીય કંપનીઓએ અમેરિકામાં 50,000 જેટલી નોકરીઓની તકો ઊભી કરી છે.
હવે લેટેસ્ટ સર્વે મુજબ અમેરિકામાં ભારતીય કંપનીઓનું રોકાણ 11 અબજ અમેરિકન ડૉલરથી વધુની સપાટીએ પહોંચ્યું છે, જ્યારે રોજગારીની દ્રષ્ટિએ એક લાખથી વધારે લોકોને રોજગારી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X