મલેશિયામાં ભારતીય ટેક્સી ડ્રાઇવરની હત્યા

gun
સિંગાપુર, 25 એપ્રિલ: મલેશિયાના રાજ્ય સેલાનગૌરના એક શહેર પુચોંગમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઇવરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના તે સમયે બની હતી જ્યારે તે રેસ્ટોરન્ટમાં પોતાના પરિવારમાં રાતે જમી રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર 36 વર્ષિય શિવ પુચોંગના એક રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમી રહ્યો હતો. તે દરમિયાન મંગળવારે રાત્રે 9.30 વાગે બે નકાબધારી એક કારમાંથી ઉતર્યા અને તેની પાસે આવ્યાં. તેમાંથી એક આદમીએ તેને ગોળી મારી હતી. ધટનાના સમયે શિવાની સાથે તેની પત્ની અને આઠ વર્ષીય પુત્રી હાજર હતી. શિવાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર શિવા પર ચાર વાર ગોળી ચલાવવામાં આવી હતી. એક સમાચાર પત્રએ મદનીશ પોલીસ કમિશ્નરના હવાલેથી કહ્યું છે કે અમારી પાસે કારનું લાયસન્સ અને પ્લેટ નંબર છે પરંતુ તે અસલી છે કે નકલી તેની પુષ્ટિ થઇ શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X