For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળની 3 છાત્રાઓએ અમેરિકામાં જીતી 67 લાખની સ્કોલરશીપ

ભારતીય મૂળની ત્રણ છાત્રાઓએ અમેરિકામાં 67 લાખ રુપિયાનું ઇનામ જીતીને દેશનું મસ્તક ગૌરવથી ઉચુ કરી દીધુ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભારતની દીકરીઓએ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યુ છે. ભારતીય મૂળની ત્રણ છાત્રાઓએ અમેરિકામાં 67 લાખ રુપિયાનું ઇનામ જીતીને દેશનું મસ્તક ગૌરવથી ઉચુ કરી દીધુ છે.

twins

ભારતીય મૂળની જોડિયા બહેનો શ્રેયા બીસમ અને આદિત્યા બીસમ સાથે વીનિત ઇદુપુગંતિને અમેરિકામાં 67 લાખ રુપિયાની સ્કોલરશીપ મળી છે. આદિત્યા અને શ્રેયાને તેમના મેડીકલ પ્રોજેક્ટસ માટે 17 મી વાર્ષિક સીમેંસ મેથ, સાયંસ એંડ ટેકનોલોજી સ્પર્ધામાં આ સ્કોલરશીપ મળી છે, જ્યારે વીનિતને તેની બાયોડિગ્રેડેબલ બેટરી માટે આ સ્કોલરશીપ આપવામાં આવી છે.

આદિત્યા અને શ્રેયા 11 માં ધોરણની છાત્રા છે અને તેમણે પોતાના પ્રોજેક્ટમાં સીઝોફ્રેનિયા બીમારી થતા પહેલા બ્રેઇન સ્કેન અને સાઇકિયાટ્રીક તપાસ દ્વારા બીમારીની અગાઉથી જાણકારી મેળવી લેવાની રીત શોધી છે. વીનિત પોટલેંડમાં રહે છે અને 10 માં ધોરણની છાત્રા છે. તેણે બાયોડિગ્રેડેબલ બેટરીની શોધ કરી છે જેને ઇંટરનલ ઓર્ગંસની તપાસ માટે મોઢાની અંદર નાખવામાં આવતા મેડીકલ ડિવાઇસમાં ઉપયોગ કરી શકાય છે.

સીમેંસમાં આ ત્રણ ઉપરાંત ઇંડીવિઝ્યુઅલ કેટેગરીમાં બીજા કેટલાક છાત્રોને પણ સ્કોલરશીપ મળી છે જેમાં લોસ એલ્ટોસના મનન શાહ, ટેકસાસના પ્રતીક કલાકુંતલા અને ટાવર લેક્સના પ્રણવ શિવકુમાર પણ શામેલ છે. તમને જણાવી દઇએ કે સીમેંસ ફાઉંડેશન દર વર્ષે આ સ્પર્ધા કરાવે છે. તેમાં 2146 સ્કૂલના 1600 છાત્રોએ ભાગ લીધો હતો.

English summary
Indian-origin identical twin sisters and another teen got $100,000 grand prize scholarships
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X