અમેરિકામાં સૌથી વધારે કમાઇ રહ્યાં છે ભારતીય, જાણો બીજા દેશોની સ્થિતી
પીટીઆઈના ઓગસ્ટ 2021ના અહેવાલ મુજબ, યુએસમાં ભારતીયોની સરેરાશ ઘરની આવક USD 123,700 પર પહોંચી ગઈ છે. અમેરિકામાં 79 ટકા ભારતીય સ્નાતકો છે.
થોડા દિવસો પહેલા યુએસ સંસદમાં જ્યોર્જિયાના પ્રતિનિધિ રિચ મેકકોર્મિકે ભારતીયોના વખાણ કરતા કહ્યું હતું કે અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની વસ્તી માત્ર 1 ટકા છે, પરંતુ તેઓ લગભગ 6 ટકા ટેક્સ ચૂકવે છે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના આ લોકો અમેરિકામાં ક્યારેય સમસ્યા ઉભી કરતા નથી પરંતુ કાયદાનું પાલન કરે છે. આ સમાચાર ભારતીય મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ એ જાણવું વધુ રસપ્રદ છે કે ભારતીય-અમેરિકનો અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર વંશીય જૂથ છે.

કમાણીના મામલે સૌથી આગળ ભારતીય
અમેરિકામાં ભારતીયોએ કમાણીના મામલામાં ચાઈનીઝ, જાપાનીઝ, પાકિસ્તાની સહિત દરેક સમુદાયના લોકોને પાછળ છોડી દીધા છે. યુએસ સેન્સસ બ્યુરોના અમેરિકન કોમ્યુનિટી સર્વે, 2013-15 અનુસાર ભારતીય-અમેરિકનોની યુ.એસ.માં સૌથી વધુ સરેરાશ ઘરગથ્થુ આવક છે. ડેટા એ પણ દર્શાવે છે કે યુએસમાં ભારતીય-અમેરિકન વસ્તીના 70 ટકા લોકો સ્નાતકની ડિગ્રી ધરાવે છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ માત્ર 28 ટકા છે. જો કે આ ડેટા જૂના સર્વેનો છે, પણ તાજેતરનો આંકડો એ જ વસ્તુ દર્શાવે છે.

અમેરિકામાં ભારતીય સૌથી વધુ શિક્ષિત
પીટીઆઈના ઓગસ્ટ 2021ના અહેવાલ મુજબ, યુએસમાં ભારતીયોની સરેરાશ ઘરની આવક USD 123,700 પર પહોંચી ગઈ છે. યુ.એસ.માં 79 ટકા ભારતીય સ્નાતકો છે, જે સંપત્તિ અને કૉલેજ શિક્ષણની દ્રષ્ટિએ અમેરિકાની એકંદર વસ્તી કરતા ઘણા આગળ છે. યુ.એસ.ની તાજેતરની વસ્તી ગણતરીના ડેટા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં એશિયન તરીકે ઓળખાતા લોકોની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં લગભગ ત્રણ ગણી વધી છે, અને એશિયનો હવે દેશના ચાર સૌથી મોટા જાતિય અને વંશીય જૂથોમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા છે.

અમેરિકામાં ભારતીયોનુ વર્ચસ્વ
RPG એન્ટરપ્રાઇઝિસના ચેરમેન હર્ષ ગોએન્કાએ શનિવારે ટ્વિટર પર એક ચાર્ટ શેર કર્યો હતો. જો કે આ ચાર્ટમાં આપવામાં આવેલા આંકડાઓ 2013 થી 2015 સુધીના છે, તે સમજી શકાય છે કે ભારતીય મૂળના લોકોનું અમેરિકામાં કેટલું પ્રભુત્વ છે. આ ડેટા અનુસાર, ભારતીય અમેરિકનોની યુએસમાં સૌથી વધુ સરેરાશ ઘરગથ્થુ આવક છે. 2015ના ડેટા અનુસાર, યુએસમાં ભારતીયની સરેરાશ વાર્ષિક આવક $100,500 છે જ્યારે ત્યાં રહેતા ચાઈનીઝની આવક માત્ર $69,100 છે.

ચીની-પાકિસ્તાની સૌથી પાછળ
આ યાદીમાં બીજા નંબરે અમેરિકામાં રહેતા ફિલિપિનો મૂળના લોકો છે. તેમની સરેરાશ વાર્ષિક આવક $83,300 છે. પાકિસ્તાની મૂળના લોકો ઘણા પાછળ છે, તેઓ વાર્ષિક $66,200 કમાય છે. નેપાળી મૂળના લોકો દર વર્ષે $43,400 કમાય છે. બીજી તરફ અમેરિકી લોકોની વાત કરીએ તો તેઓ આ લિસ્ટમાં ઘણા પાછળ છે. તેની વાર્ષિક સરેરાશ કમાણી $56,200 છે.
|
કેવી રીતે ભારતીયો સૌથી આગળ?
હર્ષ ગોએન્કાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીયો અમેરિકામાં ચમકે છે કારણ કે, અમે સારા શિક્ષણને મહત્ત્વ આપીએ છીએ અને સૌથી વધુ શિક્ષિત વંશીય જૂથ છીએ. તેમણે કહ્યું, "અમે અમારી આદતોમાં કરકસર અને ખૂબ જ મહેનતુ છીએ... અમે સ્માર્ટ છીએ... અમે IT, એન્જિનિયરિંગ અને મેડિસિન ક્ષેત્રે છીએ જે સૌથી વધુ પગારવાળી નોકરીઓ છે.












Click it and Unblock the Notifications
