For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજનો બફાટ: પીડિતા માણી શકે છે રેપની મજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

judgement
જકાર્તા, 17 જાન્યુઆરી : ઇન્ડોનેશિયાની સુપ્રિમ કોર્ટમાં જજની નિમણૂક માટે યોજવમાં આવેલા ઇન્ટરવ્યુંમાં ભાગ લેવા આવેલા એક જજે બળાત્કાર પીડિત મહિલાના સંદર્ભમાં મજાક કરતાં બધી હદો પાર કરી દેતાં કહ્યું હતું કે પીડિતા બળાત્કારની મજા માણી શકે છે. તેમની આ ટિપ્પણી પર લોકોને ખૂબ નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયાધીશ મોહંમદ દામિંગ સનુસીએ ગઇકાલે એક સંસદીય સમિતિ સમક્ષ આ બેહુદા અને વાંધાજનક મજાક કરી હતી. દેશની સૌથી મોટી અદાલતમાં નિમણૂક માટે આ જજ હાજરી આપવા આવ્યાં હતા.

તેમને પૂછવામાં આવ્યું કે બળાત્કાર માટે મોતની હોવી જોઇએ ? તો સનુસીએ કહ્યું હતું કે બની શકે છે કે બળાત્કારી અને પીડિતાએ પણ આની મજા માણી હોય, આવા સમયે મોતની સજા આપતાં પહેલાં આપણે વિચારવું જોઇએ. મળતી માહિતી મુજબ ન્યાયાધીશની ગરિમાને શોભા ન આપનાર આ બેહુદા મજાક પર હાજર સમિતિના સભ્યો અટ્ટાહાસ્ય કરવા લાગ્યા હતા.

ત્યારબાદ સનુસીએ માફી માંગી હતી અને કહ્યું હતું તેમને ' મુલાકાતીઓનો તણાવ દુર કરવા માટે આ મજાક કરી હતી. બે રાજકીય દળોએ કહ્યું છે કે તે સનુસીનું નામાંકન રદ કરી દેશે. મહિલા અધિકાર સમૂહોએ પણ આ ટિપ્પણી કડક વિરોધ વ્યક્ત કર્યો છે.

English summary
An Indonesian judge interviewing for a job at the Supreme Court has suggested that women may enjoy rape, sparking public anger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X