ICJમાં આજે નક્કી થશે કુલભૂષણને ફાંસી મળશે કે માફી!
પાકિસ્તાન મિલિટ્રી કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જે ફાંસીની સજા સંભળાવી છે તેની પર આજે આંતરાષ્ટ્રીય કોર્ટ ચુકાદો આપશે.
નેંધરલેન્ડની રાજધાની હેગમાં સ્થિત આંતરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે) દ્વારા આજે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર નિર્ણય સંભળાવવામાં આવશે. પાકિસ્તાનની મિલેટ્રી કોર્ટે ભૂતપૂર્વ ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી જાધવને ફાંસીની સજા સંભળાવી છે. આઇસીજે આજે ભારતીય સમય મુજબ બપોરના 3:30 વાગે આ અંગે નિર્ણય કહેશે. જેની સુનવણી 15 મેની રોજ કરવામાં આવી હતી. આઠ મેના રોજ ભારતે જાધવની સજા પર રોક લગાવવા માટે આઇસીજે એટલે આંતરાષ્ટ્રિય અદાલતની મદદ લીધી હતી.

તે પછી નો મેના રોજ આઇસીજેએ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજા પર રોક લગાવી હતી. ભારતની તરફથી આ મામલે જાણીતા વકીલ હરીશ સાલ્વેને કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે તે કુલભૂષણ જાધવને કાઉન્સીલરને નથી મળવા દેતા આમ કરીને તે વેએના સંધિનું ઉલ્લંધન કરે છે. તો બીજી તરફ પાકિસ્તાને જાધવ પર જાસૂસી અને ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં જ ભારતે આ તમામ આરોપો નકાર્યા છે. આજે આઇસીજેમાં 15 જજની એક બેંચ જાધવની સજા અંગે નિર્ણય લેશે.
પાકિસ્તાનની અપીલ ફગાવી
કુલભૂષણ જાધવ મામલે જ્યારે પાકિસ્તાન પોતાનું નિવેદન આપી રહ્યું હતું ત્યારે કોર્ટે પાકિસ્તાનની ઝાટકણી કરી હતી. પાકિસ્તાને કોર્ટેમાં જાધવની કબૂલાત રજૂ કરવાની પણ વાત કહી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે સાલ્વેએ કોર્ટમાં તેમ પણ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના આરોપ સાચા પુરવાર કરવા માટે આનાથી પણ વધુ યોગ્ય પુરાવા રજૂ કરવાની જરૂર હતી. સાથે જ તેમણે પાકિસ્તાનના તમામ પુરાવા પોકળ હોવાનું પણ કોર્ટમાં જણાવ્યું હતું.
{promotion-urls}












Click it and Unblock the Notifications
