જોઇએ છે અધિકારી, જે દિવસભર ઇન્ટરનેટ પર જુએ પોર્ન!

બેંગ્લોર, 17 એપ્રિલઃ હેડલાઇન વાંચીને તમે ચૌંકી ગયા હશો અને વિચારતા હશો કે કદાચ અમે મજાક કરી રહ્યાં છીએ, પરંતુ એવું નથી. આ પોસ્ટનું નામ છે. ચીન પોર્નોગ્રાફી આઇડેન્ટિફિકેશન ઓફિસર અને તેના માટે સારો એવો પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ અધિકારી નીચે આખી ટીમ બનાવવામાં આવી છે. જેમણે ઓફિસમાં બેસીને પોર્ન જોવાના પૈસા મળશે. હાં તમે અરજી કરવા માંગતા હોવ તો તમે [email protected] પર તમારો સીવી મેઇલ કરી શકો છો.

નોકરી અંગે વિસ્તૃત જાણકારી

વિસ્તારથી વાત કરવામાં આવે તો આ જોબ ચીન સરકારે બહાર પાડી છે. આ જોબ બહાર પાડવાનું કારણ ઇન્ટરનેટને આવનારી જનરેશન માટે સ્વચ્છ બનાવવાનું છે, એટલેકે અશ્લિલ સામગ્રીથી મુક્ત વાતાવરણ બનાવવાનો ઉદ્દેશ્ય છે. તેના માટે એક ગૈર સરકારી સંસ્થાને સરકારે જવાબદારી સોંપી છે. આ સંસ્થાનું નામ છે સેફ્ટી એલાયન્સ. આ થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશનના રૂપમાં કામ કરશે. ચાઇનાસ્મેક અનુસાર ઇન્ટરનેટ પર કામ કરનારા લોકો માટે અશ્લિલતામુક્ત વાતાવરણ.

chief-pornography-identification-officer
આ પોસ્ટ અંગેનું સુચન ફેસબુક પર 120,000 શેર અને 20,000 કોમેન્ટ બાદ કરવામાં આવ્યું. એટલે કે જનતા પણ ઇચ્છે છે કે અશ્લિલ સામગ્રી ઇન્ટરનેટ પર પીરસવામાં ના આવે. આ જોબ અંતર્ગત અધિકારી અને કર્મચારીને ઓફિસમાં બેસીને પોર્ન કન્ટેન્ટ જોવું પડશે અને જજ કરવું પડશે કે આ કન્ટેન્ટ અશ્લિલતાના કયા માનકોમાં ફીટ બેસે છે. આ રીતે અશ્લિલ કન્ટેન્ટની ઓળખ કરવામાં આવશે અથવા તો ડિલીટ કરવા માટેની રિક્વેસ્ટ મોકલવામાં આવશે, અથવા કન્ટેન્ટ પીરસતા પહેલા ચેતવણી આપવામાં આવશે.

જો કે, સેફ્ટી એલાયન્સના અધિકારીનું કહેવું છે કે આ જોબ ઘર બેઠાં પણ કરી શકાય છે. હાલ એવું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જે અશ્લિલ કન્ટેન્ટને ઓળખવાનું કામ કરશે. આ કાર્ય અંતર્ગત લોકોને અભિવ્યક્તિના અધિકારને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આ નેટવર્કના ચીફનો પગાર 2 લાખ ચીની યોન એટલે કે 17 લાખ રૂપિયા વાર્ષિક હશે. એપ્લાય કરવા માટે કોઇ પણ વ્યક્તિ [email protected] પર પોતાનું રિઝ્યુમ મેઇલ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X