For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ટ્યુબ બેબીના જનકે દુનિયાને કહ્યું અલવિદા

|
Google Oneindia Gujarati News

robart-adword-with-first-test-tube-baby-and-her-mother
વિશ્વભરમાં પોતાની આઇવીએફ ટેકનોલોજીની મદદથી લાખો લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર પ્રોફેસર સર રોબર્ટ એડવર્ડ્સનું નિધન થઇ ગયું છે. તેઓ 87 વર્ષના હતા. દુનિયાની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઇસ બ્રાઉને એડવર્ડને શ્રદ્ધાંજલિ આપતા સમયે જણાવ્યું કે "મેં હંમેશા રોબર્ટ એડવર્ડ્સને મારા દાદાની જેમ માન્યા છે. તેમણે જે કામ કર્યું છે તેનાથી દુનિયાના લાખો લોકોના પરિવારમાં ખુશીનો કલશોર સંભળાઇ રહ્યો છે."

તેમણે જણાવ્યું કે "મને એ વાતનો આનંદ છે કે તેઓ આટલા લાંબા સમય સુધી આપણી વચ્ચે રહ્યા. તેમના કાર્યને નોબેલની માન્યતા મળી તેને તેઓ જોઇ શક્યા. દુનિયાભરમાં આઇવીએફ ટેકનોલોજી પર થઇ રહેલા કાર્યની સાથે તેમનો વારસો આગળ વધતો રહેશે."

પ્રોફેસર એડવર્ડ્સના જ પ્રયાસોથી વર્ષ 1978માં ઓલ્ડહેમ જનરલ હોસ્પિટલમાં 1978માં લુઇસ બ્રાઉનનો જન્મ થયો હતો. ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજીની શોધ કરવા બદલ સર એડવર્ડ્સને વર્ષ 2010માં નોબલ પારિતોષિક અને વર્ષ 2011માં નાઇટહૂડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

IVF
આજે આઇવીએફનો દુનિયાભરમાં ઉપયોગ થઇ રહ્યો છે. આ ટેકનોલોજીની મદદથી અત્યાર સુધીમાં અંદાજે 50 લાખથી વધારે બાળકોનો જન્મ થઇ ચૂક્યો છે. પ્રોફેસર એડવર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફેલો હતા. આ પ્રસંગે કેમ્બ્રિજે જણાવ્યું કે પ્રોફેસર એડવર્ડના કાર્યએ ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

વર્ષ 1925માં યોર્કશાયરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રોફેસર એડવર્ડ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની સેના સાથે સંકળાયેલા રહ્યા હતા. વતન પરત ફર્યા બાદ તેમણે સૌપ્રથમ કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે આનુવંશિક વિજ્ઞાન તરફનો માર્ગ પસંદ કર્યો.

પહેલા કરવામાં આવેલા સંશોધનમાં એ વાતની ખાતરી થઇ ચૂકી હતી કે માદા સસલાના ઇંડાને નર સસલાના શુક્રાણુઓને IVFમાં નવરચના માટે મૂકી શકાય છે. પ્રોફેસર એડવર્ડે આ ટેકનોલોજીને માણસો પણ અજમાવી જોઇ.

નોબેલ પારિતોષિક
વર્ષ 1968માં કેમ્બ્રિજમાં એક પ્રયોગશાળામાં તેમણે પ્રથમવાર ગર્ભની બહાર એક માનવ ભૃણ વિકસિત કર્યું હતું. પ્રોફેસર એવર્ડ્સે એ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે "હું એ દિવસને ક્યારેય ભુલી શકું એમ નથી, જ્યારે મેં માઇક્રો બાયોસ્કોપમાં જોયું કે એક માનવ બ્લાસ્ટોસિસ્ટ મને તાકી રહ્યું છે. મારા મોંઢામાંથી અચાનક જ શબ્દો નીકળી ગયા હતા કે આપણે આપણા કામમાં સફળ રહ્યા."

માંદગી અને અશક્તિના કારણે પ્રોફેસર એડવર્ડ્સ વર્ષ 2010માં નોબેલ પુરસ્કાર રૂબરૂમાં ગ્રહણ કરવા માટે સ્ટોકહોમ જઇ શક્યા ન હતા. તેમના વતી તેમના પત્ની રૂથે આ સન્માન મેળવ્યું હતું.

English summary
Inventor of Test Tube Baby Technology is no more. he died at the age of 87 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X