Iran Attacked on Israel: ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, નેતન્યાહુએ કહી મોટી વાત, ત્રીજા વિશ્વ યુદ્ધના અણસાર

Iran Attacked on Israel: દુબઈની ફ્લાઈટના એક મુસાફરે મંગળવારે એક ભયાનક વીડિયો રેકોર્ડ કર્યો છે, જેમાં ઈરાન દ્વારા ઈઝરાયલ તરફ રોકેટ હુમલો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં મિસાઈલ હુમલાની તીવ્રતા જોવા મળી રહી છે.

ઈઝરાયેલે જણાવ્યું હતું કે, ઈરાન તરફથી 180 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે, જેને ઈઝરાયલની સંરક્ષણ પ્રણાલી અને યુએસ નેવીએ મળીને રોકી હતી.

આવા સમયે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે, જવાબી કાર્યવાહીની યોજના તૈયાર છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધની સંભાવના નોંધપાત્ર રીતે વધી ગઈ છે.

ઈરાને મંગળવારની રાત્રે ઈઝરાયલના તેલ અવીવ, જેરુસલેમ અને અન્ય શહેરો પર 180 બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. અમેરિકાએ મંગળવારના રોજ ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.

આ સાથે અમેરિકાએ જણાવ્યું હતું કે, ઈરાનના આ હુમલાનો જવાબ કેવી રીતે આપવો? આ અંગે તે ઈઝરાયલ સાથે ચર્ચા કરી રહ્યું છે. ઈઝરાયલે વચન આપ્યું હતું કે, તે ઈરાન પાસેથી મિસાઈલ હુમલાની કિંમત વસૂલ કરશે.

ઈરાને જણાવ્યું છે કે, તેનો બદલો પૂર્ણ થઈ ગયો છે, અને હવે જ્યાં સુધી ઈઝરાયલ તેના પર હુમલો નહીં કરે, ત્યાં સુધી તે ઈઝરાયલ પર હુમલો નહીં કરે.

Iran Attacked on Israel

આવા સમયે અમેરિકા અને અન્ય દેશોનું નામ લીધા વિના, તેહરાને જણાવ્યું હતું કે, જો કોઈ શક્તિ તેની જમીન પર હુમલો કરશે અથવા મદદ કરશે, તો તેના પર પણ હુમલો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ ઇઝરાયલ પર મિસાઇલ છોડવામાં આવ્યા બાદ અને તેલના ભાવમાં વધારો થતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ જોવા મળ્યું હતું. મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને અમેરિકન અને યુરોપિયન શેરોમાં તીવ્ર ઘટાડો થયો છે.

આ તણાવગ્રસ્ત પરિસ્થિતિને કારણે, સોનું, સુરક્ષિત રોકાણ ગણાતી એસેટ, લગભગ એક ટકા ઉછળીને 2,600 ડોલર પ્રતિ ઔંસની નવી વિક્રમી ટોચે પહોંચ્યું હતું.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેની ઈઝરાયલ પર મિસાઈલ છોડવામાં આવ્યા તે પહેલા જ સુરક્ષિત જગ્યાએ છે. એવું માનવામાં આવે છે કે, તેઓ થોડા દિવસો સુધી સુરક્ષિત જગ્યાએ રહેશે.

ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યા બાદ ભારતીય દૂતાવાસ દ્વારા પોતાના નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નિર્દેશિત સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

દૂતાવાસે પોતાની સલાહમાં જણાવ્યું હતું કે, દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો અને ઈઝરાયલ પર હુમલા બાદ રશિયા, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ હુમલાની નિંદા કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બુધવારના રોજ મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે કટોકટીની બેઠક યોજશે. કાઉન્સિલના સ્વિસ પ્રમુખે આની જાહેરાત કરી હતી.

સ્વિસ મિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સવારે 10:00 કલાકે મીટિંગ નક્કી કરી છે. ઈરાને દાવો કર્યો છે કે, તેણે 400 મિસાઈલોથી હુમલો કર્યો છે.

આવા સમયે, અમેરિકા અને ઇઝરાયલનું કહેવું છે કે, લગભગ 200 મિસાઇલો પર હુમલો કરવામાં આવ્યો હતો, અને તેમાંથી મોટા ભાગનાને તોડી પાડવામાં આવ્યા હતા.

ઇઝરાયલે દાવો કર્યો છે કે, ઇરાનના હુમલામાં તેના કોઇ નાગરિકને ઇજા પહોંચી નથી. બધા બંકરોમાં હતા. હુમલા બાદ તમામને બંકરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દુનિયા પરમાણુ હુમલાનો ખતરો પણ અનુભવી રહી છે. ઈરાન વિશે કહેવાય છે કે, તેની પાસે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા પણ છે. જોકે, આનો કોઈ રેકોર્ડ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X