For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાનને અસૈન્ય પરમાણુ મહત્વકાંક્ષાને આગળ વધારવાનો અધિકાર છે : ભારત

|
Google Oneindia Gujarati News

pm-manmohan-singh
બર્લિન, 12 એપ્રિલ : આજે ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાનના સતત સક્રિય રહેલા પરમાણુ કાર્યક્રમ જેવા ગૂંચવણ ભરેલા મુદ્દાના રાજદ્વારી ઉકેલ લાવવા જરૂરી છે. ભારતે તહેરાનના શાંતિ માટે ચાલી રહેલા અસૈન્ય પરમાણુ મહત્વકાંક્ષાના કાર્યક્ર્મના અધિકારને પણ સમર્થન આપ્યું હતું. ભારતના આ વિચારોને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથેની એક ચર્ચા દરમિયાન રજૂ કર્યા હતા.

બંને દેશોના નેતાઓએ વેપાર સંબંધિત મુદ્દાઓની સાથે મહત્વનાં અને જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેવા કે આતંકવાદને નિયંત્રણાં લેવો, અફધાનિસ્તાન, ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને સિરિયાની સ્થિતિ વગેરે અંગે ચર્ચા કરી હતી.

ઇરાન મુદ્દે મર્કેલે જણાવ્યું કે તેમણે આ મુદ્દે મુદ્દાવાર ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે "વ્યક્તિગત રીતે હું નિરાશ તઇ છું કે વર્તમાન પરમાણુ કાર્યક્રમને સફળતા મળી નથી. જ્યાં સુધી જર્મનનીનો પ્રશ્ન છે અમે એ મુદ્દે ચિંતિત છીએ."

અમેરિકા, ઇઝરાઇલ અને તેમના કેટલાક સાથી દેશોએ આરોપો મુક્યા છે કે ઇરાન કેટલાક અસૈન્ય હેતુઓ સાથે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જો કે ઇરાને આરોપોને ખોટા ગણાવ્યા છે. ઇરાને જણાવ્યું છે કે તે એનપીટીને માને છે. તેઓ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ના સભ્ય છે. અને તેને શાંતિના હેતુ માટે પરમાણુ તકનીકનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

English summary
Iran has right to pursue civil nuclear ambitions : India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X