Iran Israel Conflict: બેરુતમાં ઈઝરાયલ કરી રહ્યું છે બોમ્બમારો, 400 હિજબુલ્લાહ આતંકીના મોત

Iran Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધારો થઈ રહ્યો છે. લેબનાનમાં ઘણા વિસ્તારોમાં ઈઝરાયલ દ્વારા સતત ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બેરુતના દક્ષિણ ભાગમાં પણ મોટી સંખ્યામાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

આ બોમ્બમારાના કારણે વાતાવરણ તંગ બન્યું છે. ગાઝામાં હમાસ પર સતત હુમલો કર્યા બાદ હવે ઈઝરાયલ ઈરાનના હિજબુલ્લાહ પર હુમલાઓ કરી રહ્યું છે. એવું જણાઈ રહ્યું છે કે, ઈઝરાયલ એક બાદ એક તમામ દુશ્મનોનો સફાયો કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે પ્રથમ વખત ઉત્તરમાં પેલેસ્ટાઈન શરણાર્થી શિબિરને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો છે. આ અંગે લેબનોને જણાવ્યું છે કે, કેટલાક સ્થળોએ હુમલા તદ્દન હિંસક છે.

નોંધનીય છે કે, આ હુમલાઓએ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા પેદા કરી છે, જેના કારણે તાત્કાલિક તબીબી સહાયની જરૂરિયાત ઊભી થઈ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આવી આક્રમક કાર્યવાહી તેહરાન સામે મોટા પાયે ઓપરેશનની તૈયારીમાં છે, જે અગાઉ ઇઝરાયલ પર છોડવામાં આવેલી લગભગ 200 મિસાઇલોનો બદલો છે.

Iran Israel Conflict

ઇઝરાયલી સેનાએ તેના 30 કમાન્ડર્સ સહિત દક્ષિણ લેબનોનમાં તેની કામગીરી દ્વારા હિઝબુલ્લાહના 400 થી વધુ સભ્યોને ખતમ કરી નાખ્યા હોવાના અહેવાલ છે.

આ ઝુંબેશ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને કાબુમાં કરવા માટે ઈઝરાયલની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.

આ આકરી લશ્કરી કાર્યવાહી બાદ ઇઝરાયલી સેનાએ બેરુતના દક્ષિણી જિલ્લાઓમાં નાગરિકોને સલાહ આપી છે કે, તેઓ સંઘર્ષના જોખમોને ટાળવા માટે તેમના ઘરો ખાલી કરી દે, અને સુરક્ષિત સ્થળો પર જતા રહીને પોતાનો જીવ બચાવે.

આવા સમયે, હસન નસરાલ્લાહના અનુગામી હાશેમ સફીઉદ્દીન વિશે અનિશ્ચિતતા રહે છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલ દ્વારા તેની હત્યા પણ કરવામાં આવી છે.

શનિવારની રાત્રે, ઇઝરાયલે સમગ્ર બેરુતમાં ભારે બોમ્બમારો કર્યો છે, લગભગ 30 મિનિટ સુધી સમગ્ર શહેર ધુમાડાથી ભરાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, બેરુતને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે, જેને ઈરાનનું સમર્થન છે.

ઈઝરાયલની સેનાએ જણાવ્યું છે કે, જ્યારથી લેબનોનમાં તેમનું ઓપરેશન શરૂ થયું છે, ત્યારથી ઈઝરાયલી સેના દ્વારા ગ્રાઉન્ડ ઓપરેશનમાં 400 થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓની હત્યા કરવામાં આવી છે.

ઈઝરાયલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલી સેના દ્વારા 440 હિઝબુલ્લા લડવૈયાઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ રેન્કના 30 કમાન્ડર્સનો પણ સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X