Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ
Iran War Updates: ભારતમાં ઘેરાતા એલપીજી (LPG) સંકટ અને સિલિન્ડરોની અછત વચ્ચે દરિયાઈ સરહદેથી એક એવા સમાચાર આવ્યા છે, જે રાહતની સાથે આશ્ચર્ય પમાડે તેવા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ જળસંધિ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માં જહાજોની અવરજવર ઠપ થઈ ગઈ હતી, જે દરમિયાન હવે ભારતીય ગેસ ટેન્કરોને લઈને એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ અપડેટ સીધી રીતે ભારતની રસોઈ ગેસ સપ્લાય ચેઈન સાથે જોડાયેલું છે.

શિપિંગ ડેટા અને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ભારતના બે એલપીજી ટેન્કર 'પાઈન ગેસ' (Pine Gas) અને 'જગ વસંત' (Jag Vasant) હવે પોતાની યાત્રા ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. નોંધનીય છે કે, તેહરાન (Tehran) દ્વારા ખાડી દેશોમાંથી નીકળતા જહાજો પર હુમલાની ધમકી આપ્યા બાદ સેંકડો જહાજો થંભી ગયા હતા.
ભારતીય ટેન્કરોએ યાત્રા શરૂ કરવાના સંકેત આપ્યા
વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો લગભગ 20% હિસ્સો આ જ રસ્તેથી પસાર થાય છે, જેના કારણે અહીં પેદા થયેલો તણાવ સીધી રીતે વૈશ્વિક ઉર્જા સંકટનું કારણ બની રહ્યો હતો. શિપ-ટ્રેકિંગ ડેટા (MarineTraffic) મુજબ, આ બંને ભારતીય ટેન્કરો સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહ હબ પાસે ખાડીના પાણીમાં ઉભા હતા, જેમણે શુક્રવારે પોતાની યાત્રા શરૂ કરવાના સંકેત (Broadcast) આપ્યા છે.
ક્રૂડ ઓઈલના ટેન્કર હજુ પણ ઠપ?
રોઇટર્સ (Reuters) ના અહેવાલ મુજબ અને Kplerના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ જળમાર્ગ પરથી કોઈ પણ ક્રૂડ ઓઈલ ટેન્કરે મુસાફરી કરી નથી. એટલું જ નહીં, અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહેલું એક ખાલી ક્રૂડ ઓઈલ ટેન્કર પણ 18 માર્ચે ઈરાની જળસીમા તરફ પાછું ફરતું જોવા મળ્યું હતું. પરંતુ આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતીય એલપીજી ટેન્કરોનું આગળ વધવું એ એક મહત્વપૂર્ણ સંકેત છે. વ્યાપારી સૂત્રોનું માનવું છે કે આ બંને ગેસ ટેન્કરો શનિવારે પોતાની યાત્રા પર નીકળી શકે છે.
જણાવી દઈએ કે 'જગ વસંત' ને ભારત પેટ્રોલિયમ (BPCL) અને 'પાઈન ગેસ' ને ઈન્ડિયન ઓઈલ (IOC) દ્વારા ચાર્ટર કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે પણ ઈરાને બે ભારતીય એલપીજી જહાજોને આ જળડમરુમધ્યમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી, જે ભારત માટે મુત્સદ્દીગીરીની જીત સમાન છે.
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રાલયની ચાંપતી નજર
ભારત સરકાર આ સમગ્ર મામલે અત્યંત ગંભીર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ખાડીમાં રહેલા પોતાના 22 જહાજોના કાફલાની 'સુરક્ષિત અને અવિરત અવરજવર' ના પક્ષમાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અન્ય વૈશ્વિક નેતાઓ સાથે આ જહાજોના સુરક્ષિત માર્ગ માટે ચર્ચા કરી રહ્યા છે. જોકે, કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું છે કે જહાજો રવાના થવાની તાત્કાલિક વિગતવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી, પરંતુ સંકેતો સકારાત્મક છે.












Click it and Unblock the Notifications
