ક્રિસમસ પર બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે Amazonના ફાઉન્ડર? કોણ છે બેઝોસની દુલ્હનિયા?
Amazon Founder: એમેઝોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેઝોસ આ ક્રિસમસમાં બીજી વખત લગ્ન કરવાના મૂડમાં છે. અહેવાલો અનુસાર, બેઝોસ તેની મંગેતર લોરેન સાંચેઝ સાથે ભવ્ય 'વિન્ટર વન્ડરલેન્ડ' લગ્ન સમારોહનું આયોજન કરશે.
આ બોન્ડ તેમની લવ સ્ટોરીને એક નવો આયામ આપશે. બેઝોસ લગ્નમાં કોઈ કસર છોડવાના નથી અને આ માટેની તૈયારીઓ તેમને શરૂ કરી દીધી છે. ખાસ વાત એ છે કે બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે અને હવે નવા સંબંધમાં આવવા માટે તૈયાર છે.
લગ્ન સમારોહ ક્યાં થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઝોસ અને સાંચેઝના લગ્ન અમેરિકાના કોલોરાડોના એસ્પેન શહેરમાં યોજાશે, જે તેમના ફેવરિટ ડેસ્ટિનેશનમાંથી એક છે. એસ્પેન તેના બરફીલા પર્વતો અને ઠંડી આબોહવા સાથે નાતાલના સમયે "વિન્ટર વન્ડરલેન્ડ" છે, જેના કારણે તે લગ્ન માટે એકદમ પસંદીદ સ્થાન છે.
$2.5 મિલિયનની ગુલાબી હીરાની વીંટી
મે 2023 માં બેઝોસે ફ્રાન્સના દક્ષિણમાં તેની સુપર-યાટ પર વેકેશન દરમિયાન સાંચેઝને $2.5 મિલિયનની ગુલાબી હીરાની વીંટી સાથે પ્રસ્તાવ મૂક્યો. આ પછી તેઓએ ઇટાલીના પોસિતાનોમાં આયોજિત એક ભવ્ય પાર્ટીમાં તેમની સગાઈની ઉજવણી કરી, જેમાં બિલ ગેટ્સ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને જોર્ડનની રાણી રાનિયા જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી.
2018માં આવ્યા હતા લાઈમલાઈટમાં
2018માં લાઈમલાઈટમાં આવ્યા જ્યારે બંને પહેલાથી જ પરિણીત હતા. તે સમયે, બેઝોસના લગ્ન મેકેન્ઝી સ્કોટ સાથે થયા હતા અને સાંચેઝે હોલીવુડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં, બંનેએ છૂટાછેડા લીધા અને 2019થી દંપતી તરીકે જાહેરમાં બહાર આવ્યા.

લગ્ન પહેલા ગ્રીસમાં રજાઓ ગાળી
ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા એમેઝોનના અબજોપતિ જેફ બેઝોસ અને તેની મંગેતર લોરેન સાંચેઝ ગ્રીસમાં રજાઓ ગાળ્યા હતા. આ દરમિયાન તેની સાથે કિમ કાર્દાશિયન પણ હાજર હતી.
કોણ છે બેઝોસની મંગેતર?
54 વર્ષીય લોરેન સાંચેઝ એક જાણીતી મીડિયા વ્યક્તિત્વ છે જેણે 'ધ વ્યૂ, ફોક્સ 11' અને અન્ય ન્યૂઝ ચેનલો માટે રિપોર્ટિંગ અને એન્કરિંગનું કામ કર્યું છે. બેઝોસ સાથેના તેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા અને બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.
સૌથી મોંઘા છૂટાછેડા
બેઝોસના પ્રથમ લગ્ન 1993માં પ્રખ્યાત લેખક મેકેન્ઝી સ્કોટ સાથે થયા હતા. લગભગ 26 વર્ષ પછી 2019માં બંનેએ છૂટાછેડા લીધા. આ છૂટાછેડા પછી, સ્કોટને બેઝોસની મિલકતનો મોટો હિસ્સો વારસામાં મળ્યો, જેનાથી તે વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાંની એક બની ગઈ.
આટલી સંપત્તિના માલિક છે બેઝોસ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર 60 વર્ષીય બેઝોસની હાલમાં કુલ સંપત્તિ $235 બિલિયન છે અને આ વર્ષે તેમની સંપત્તિમાં $57.7 બિલિયનનો વધારો થયો છે. બેઝોસ અને સાંચેઝ બંને તેમના આગામી લગ્ન વિશે ઉત્સાહિત છે.












Click it and Unblock the Notifications
