બિમારી છુપાવવા રશિયન રાષ્ટ્રપતિ પુુતિન બોડી ડબલનો ઉપયોગ કરી રહ્યા છે? જાણો જાનલેવા બિમારીનો દાવો કેટલો સાચો?

યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને લઈને સતત બિમારીના સમાચાર આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો હતો કે પુતિનને જાનલેવા બિમારી છે અને તે તેને છુપાવવા માટે બોડી ડબલનો ઉપયોગ કરી રહ્યા છે.

જો કે હવે ક્રેમલિને વ્લાદિમીર પુતિનની બિમારીને લઈને ચાલી રહેલી અફવાઓનો ખોટી ગણાવી છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુતિનની તબિયત સારી હોવાનું જણાવ્યુ.

Vladimir Putin

અહીં તેમણે પુતિન બોડી ડબલનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો ફગાવ્યો અને તેને હાસ્યાસ્પદ અને વાહિયાત વાત ગણાવી પત્રકારોએ રશિયન ટેલિગ્રામ ચેનલના અહેવાલના આધારે પુતિનની તબિયત વિશે સવાલ કર્યા હતા.

આ અહેવાલમાં દાવો કરાયો હતો કે રવિવારે સાંજે રાષ્ટ્રપતિને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ સમાચારો પશ્ચિમી મીડિયામાં છપાયા હતા.

જણાવી દઈએ કે, મીડિયાએ અગાઉ પુતિનના સ્વાસ્થ્ય અંગે કહ્યું હતું કે તે 2022 થી કેન્સર અને પાર્કિન્સન સહિત વિવિધ ગંભીર રોગોથી પીડિત હોઈ શકે છે. ક્રેમલિન સતત આ અફવાઓને નકારી રહ્યું છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એપ્રિલની શરૂઆતમાં આ કેન્સરની અફવાઓને પાયાવિહોણી અટકળો અને જુઠ્ઠાણા ગણાવી હતી. સપ્ટેમ્બરમાં રશિયન ટેલિગ્રામ ચેનલ પર Z-Blogger Pozdnyakov તરીકે ઓળખાતા વ્યક્તિની પોસ્ટે પુતિનની બિમારીને લઈને ફરીથી ચર્ચા છેડી હતી.

જણાવી દઈએ કે, વ્યક્તિના બોડી ડબલનો ઉપયોગ પોતે કામ કરવા સક્ષમ ન હોય ત્યારે થાય છે. આ સ્થિતિમાં તેની કોપી બોડી તૈયાર કરાય છે. પુતિન અંગે એવો પણ આરોપ છે કે તે હોસ્પિટલમાં દાખલ અને કેમેરા સામે તેના બોડી ડબલનો ઉપયોગ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X