માન્ચેસ્ટર વિસ્ફોટ પછી ISIS સમર્થકોનું ટ્વીટઃ ખૂબ મારો બધાને

Written By:
Subscribe to Oneindia News

બ્રિટનના માન્ચેસ્ટર શહેરમાં સોમવારે રાત્રે 10.35 કલાકે હુમલો થયો હતો, એક પૉપ કોન્સર્ટમાં થયેલ આ હુમલામાં 19 લોકોનું મૃત્યુ થયું છે તથા 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે હાલ આ હુમલાને આતંકી હુમલાનું નામ આપી તપાસ હાથ ધરી છે. પોલીસને આ હુમલામાં માનવ બોમ્બનો ઉપયોગ થયો હોવાની શંકા છે.

terror attack tweet

સમગ્ર વિશ્વ આ હુમલાની ખબરથી શોકમય અને ભયભીત છે, પરંતુ આઇએસઆઇએસ ના સમર્થકોએ આ હુમલા અંગે ખુશી વ્યક્ત કરી છે અને તેઓ ઉત્સવની માફક આની ઉજવણી કરી રહ્યાં છે. જો કે, હજુ સુધી આઇએસઆઇએસ કે કોઇ અન્ય આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

terror attack tweet

બધે મારો, ખૂબ મારો

ટ્વીટર પર આઇએસઆઇએસ સમર્થકોના ટ્વીટ જોવા મળ્યા છે. એક સમર્થકે ટ્વીટ કરી લખ્યું છે, ખૂબ સરસ...દરેક જગ્યાએ મારો..બ્રિટન, માન્ચેસ્ટર, યુકે, લંડન.. આ ટ્વીટ SITEINTELGROUP.COM તરફથી કરવામાં આવ્યું છે. આવા બે ટ્વીટ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, માન્ચેસ્ટરમાં થયેલ હુમલામાં એક પછી એક સતત વિસ્ફોટ થયા હતા અને આ વિસ્ફોટ ખૂબ શક્તિશાળી હતા. હુમલો થયો ત્યારે એરિયાના ગ્રાંડે પરફોર્મ કરી રહી હતી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલીસ અનુસાર, માન્ચેસ્ટર અરેનામાં વિસ્ફોટ બાદ આપાતકાલીન સેવાઓ સક્રિય થઇ ગઇ છે.

English summary
Supporters of the Islamic State group (ISIS) are celebrating an explosion at an Ariana Grande concert in Manchester, UK that has killed at least 19 people and left another 50 injured.
Please Wait while comments are loading...