Israel attacks Iran : રાજધાની તેહરાન સહિતન ઈરાનના ઘણા શહેરો પર ઇઝરાયેલનો હુમલો
Israel attacks Iran : ગાઝામાં નરસંહાર કરનારા ઇઝરાયેલે હવે ઈરાનને નિશાન બનાવ્યુ છે. ઈરાનના ઘણા ઘણા શહેરો પર ઇઝરાયેલે હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
અટકળો લાગી રહી હતી તેને અનુસરતા ઇઝરાયેલે ઈરાન પર આ હુમલો કર્યો. ઈઝરાયેલે તેના પર થયેલા મિસાઈલ હુમલાના જવાબમાં આ હુમલો કર્યો છે.

ઇઝરાયેલની કાર્યવાહીના જાણકારોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ ઇરાન પર હુમલાની બીજી લહેર શરૂ કરી રહ્યું છે. અગાઉ ઈરાનના રાજ્ય મીડિયાએ સ્થાનિક સમય અનુસાર શનિવારે સવારે તેહરાનમાં ઘણા બ્લાસ્ટના અહેવાલ પ્રકાશિત કર્યા હતા.
હુમલા બાદ ઈરાન અને ઈરાકે તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે. ઈરાન અને ઈરાકની સિવિલ એવિએશન ઓથોરિટીની અધિકૃત સૂચના અનુસાર, ઈરાકે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.
અલજઝીરાના અહેવાલો અનુસાર, ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ સમાચાર એજન્સીના સુત્રોએ જણાવ્યુ છે કે, ઈરાન પર ઈઝરાયેલના હુમલાનો જવાબ આપવા માટે દેશ તૈયાર છે. IRGC-સંલગ્ન એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે કોઈ શંકા નથી કે ઇઝરાયેલ કોઈપણ કાર્યવાહીનો યોગ્ય પ્રતિસાદ મળશે.
ઈરાની અધિકારીઓ અનુસાર, તેહરાનમાં થયેલા વિસ્ફોટો ઈઝરાયેલના હુમલાનો હવા સંરક્ષણ પ્રણાલીનો જવાબ હતો. આ ડ્રોન પર એન્ટી એરક્રાફ્ટ ફાયરિંગ છે. ઈરાને કહ્યું છે કે અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે આમાંના મોટા ભાગના ડ્રોન હુમલા છે, મિસાઈલ કે એરક્રાફ્ટ નથી.












Click it and Unblock the Notifications
