Israel, Gaza War: ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા ચાલુ, ગાઝામાં 65 અને ઈઝરાયેલમાં 7 લોકો માર્યા ગયા
ઈઝરાયેલ અને ફિલિસ્તાઈનના સંઘર્ષ વચ્ચે ગાઝામાં મોતનો આંકડો 65 સુધી પહોંચી ગયો છે.
ગાઝા(ફિલિસ્તાઈન): ઈઝરાયેલ અને ફિલિસ્તાઈનના સંઘર્ષ વચ્ચે ગાઝામાં મોતનો આંકડો 65 સુધી પહોંચી ગયો છે. વળી, ઈઝરાયેલમાં 7 લોકોના મોત થઈ ગયા છે. હમાસના નવા હવાઈ હુમલાથી બંને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. ફિલિસ્તાઈન સંગઠન હમાસ અને યેરુસલેમ વચ્ચેની હિંસાએ દુનિયાભરને ચિંતામાં મૂકી દીધુ છે. બંને તરફથી સતત રૉકેટ હુમલા ચાલુ છે. ઈઝરાયેલના હવાઈ હુમલાથી ગાઝાની એક બહુમાળી ઈમારત જમીનમાં ધ્વસ્ત થઈ ગઈ છે. આના જવાબમાં હમાસે વધુ રૉકેટ છોડવાની ચેતવણી આપી છે. અલ જજીરા મુજબ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસનો ગાઝા સિટી કમાંડર બસમ ઈસા માર્યો ગયો છે. હમાસ સમૂહે આની પુષ્ટિ કરી છે. બસમ ઈસા હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો.

મૃતકોમાં 16 બાળકો અને 5 મહિલા
વળી, ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં માર્યા ગયેલા ફિલિસ્તાનીઓની સંખ્યા 65 થઈ ગઈ છે. જેમાં 16 બાળકો અને 5 મહિલાઓ શામેલ છે. હુમલામાં 86 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 365 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ આ લડાઈ 2014ની ગરમીઓમાં 50 દિવસ ચાલેલા યુદ્ધથી પણ વધુ ખતરનાક લાગી રહી છે. રિપોર્ટસ મુજબ હમાસના કબ્જાવાળા ગાઝાથી છેલ્લા બે દિવસમાં (સોમવારથી બુધવાર) સુધી લગભગ એક હજારથી વધુ રૉકેટ છોડવામાં આવ્યા છે.

ઈઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ 80-90 ટકા
જો કે ઈઝરાયેલે પોતાના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની મોટી વસ્તીને સુરક્ષિત કરી લીધી છે. પરંતુ ટેકનિકલ ખરાબીના કારણે અમુક રૉકેટ આનાથી બચી નીકળ્યા હતા અને જમીન પર પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે ઈઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ 80-90 ટકા છે.

ઈઝરાયેલ આ સ્થિતિને વધુ આગળ વધારશે તો હમાસ પણ તૈયાર
વળી, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ કહ્યુ છે કે જરૂરત પડવા પર ઈઝરાયેલ વધુ તાકાતનો ઉપયોગ કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે હમાસ અને બીજા નાના ઈસ્લામિક સંગઠન આ આક્રમકતાની ભારે કિંમત ચૂકવશે. બેંજામિન નેતન્યાહુએ બુધવારે કહ્યુ કે ઈઝરાયેલ સીમા પોલિસ બળની તૈનાતી કરીને અરાજકતા રોકશે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી બેની ગાંટ્ઝે ચેતવણી આપીને કહ્યુ છે કે આ હુમલા તો માત્ર શરૂઆત છે. વળી, હમાસે કહ્યુ છે કે જો ઈઝરાયેલ આને વધુ આગળ વધારશે તો હમાસ પણ તૈયાર છે.












Click it and Unblock the Notifications
