Israel Hamas War: કરે હમાસ અને ભરે ગાજાના લોકો, જાણો શું છે ઇઝરાયેલ-ફિલિસ્તીન વિવાદ
Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધ વર્તમાન સમયમાં ચરમ પર પહોંચી રહ્યો છે. હમાસના હુમલા પહેલા ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરતા ગાઝા પર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.
ઇઝરાયેલે ગાજા પટ્ટીના ઘણા વિસ્તારને લગભગ બરબાદ કરી નાખ્યા છે. જ્યારે હમાસના હુમલામાં 1200થી વધુ ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા, તો 1500થી વધુ હમાસ લડવૈયાઓ પણ માર્યા ગયા હતા.

હમાસની ઈઝરાયેલ સાથેની લડાઈ નવી નથી, તે 1989માં શરૂ થઈ હતી. હમાસની સ્થાપના ડિસેમ્બર 1987માં શેખ અહેમદ યાસીન દ્વારા પેલેસ્તિનિયન બળવો ફાટી નીકળ્યા બાદ કરવામાં આવી હતી, જેને ફર્સ્ટ ઈન્તિફાદા તરીકે ઓળખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, હમાસની સ્થાપના પણ ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. વાસ્તવમાં અહમદ યાસીને બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે, તે ઈઝરાયેલને ખતમ કરી દેશે. યાસિન જ્યારે બાળક હતો, ત્યારે અલ-જુરા ગામ પર ઇઝરાયેલે કબ્જો જમાવ્યો હતો, ત્યાર બાદ તેનું ઘર બુલડોઝ કરી દેવામાં આવ્યું હતું. આ પછી તે પોતાના પરિવાર સાથે ગાઝા પટ્ટી આવ્યો, પરંતુ તેણે ઈઝરાયેલને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
બીજા જ વર્ષે હમાસે જાહેરાત કરી કે, પેલેસ્ટાઈનને ઈઝરાયેલના કબજામાંથી મુક્ત કરાવવું એ દરેક મુસ્લિમની ધાર્મિક ફરજ છે. હમાસે ઈઝરાયેલ પર પોતાના પહેલા હુમલામાં બે સૈનિકોને માર્યા હતા. જે બાદ ઇઝરાયલે યાસીનની ધરપકડ કરી હતી.
યાસીનને 1997માં મોસાદના એજન્ટોને છોડી દેવાના બદલામાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણી વખત છૂટાછવાયા ઝઘડાઓ થયા છે, પરંતુ આ વખતે તે મોટા યુદ્ધમાં ફેરવાઈ ગયું છે.
હમાસ પેલેસ્ટાઈનના કેટલાક ભાગોને ઈઝરાયેલથી મુક્ત કરાવવા માટે વારંવાર હુમલા કરે છે, જેના કારણે ગાઝાના લોકોને નુકસાન થાય છે. ઈઝરાયેલના હુમલાને કારણે પેલેસ્ટાઈનના ઘણા વિસ્તારો અત્યાર સુધી બરબાદ થઈ ગયા છે.
ચારે તરફ ધરાશાયી ઈમારતો દેખાય છે. ઇઝરાયલે હમાસના ઘણા ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. ગાઝા પટ્ટી પર હુમલા બાદ ત્યાં વીજળી અને પાણી જેવી તમામ જરૂરી સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો છે.
ઈઝરાયેલના હુમલા બાદ હવે પેલેસ્ટાઈનના લોકો પોતાના ઘર છોડીને જઈ રહ્યા છે. ઈઝરાયલે પહેલાથી જ તમામ લોકોને ચેતવણી જાહેર કરી દીધી હતી, જે બાદ તેઓ હવે વિસ્થાપિત વ્યક્તિઓની જેમ જીવશે.












Click it and Unblock the Notifications
