Israel-Hamas War : હમાસને ભારત કેમ આતંકવાદી સંગઠન નથી માનતુ? આ દેશોએ મુક્યો છે પ્રતિબંધ
ઇઝરાયેલ સાથેના યુદ્ધ બાદ દુનિયાભરમાં હમાસને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે, દુનિયામાં ઘણા દેશો હમાસને આતંકવાદી સંગઠન માને છે તો કેટલાક લોકો તેને આતંકી સંગઠન નથી માનતા.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં પ્રવેશીને તબાહી મચાવી રહ્યું છે.

આ યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલા હમાસને ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
હમાસને ઉગ્રવાદી સંગઠન માનવામાં આવે છે અને વિશ્વભરના દેશો તેના સમર્થનમાં નિવેદન આપવાનું ટાળે છે. મધ્ય પૂર્વના કેટલાક દેશો પર પડદા પાછળ આ સંગઠનને મદદ કરવાનો આરોપ પણ લાગે છે.
હમાસ પેલેસ્ટાઇનમાં શાસન કરે છે અને અહીંથી તે ઇઝરાયેલ વિરુદ્ધ છડયંત્રો કરતું રહે છે. હમાસે ઈઝરાયેલ પર અત્યાર સુધીમાં ઘણા ઘાતક હુમલા કર્યા છે. આ સંગઠનના નેતાઓનું કહેવું છે કે તે પેલેસ્ટાઈનની આઝાદી માટે લડી રહ્યા છે. હમાસ 1987 પછી અસ્તિત્વમાં આવ્યુ છે.
આ ગતિવિધિઓને કારણે વિશ્વના ઘણા મોટા દેશો હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે. આ તમામ દેશો ઈઝરાયેલ પર હુમલો કરનાર હમાસને આતંકવાદીઓનું જૂથ માને છે. આ દેશોની યાદીમાં વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ સામેલ છે.
અમેરિકા અને ઈઝરાયેલ ઉપરાંત યુરોપિયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશો હમાસને આતંકવાદી સંગઠન માને છે.
આ સિવાય ઈઝરાયેલે ભારતને હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા કહ્યું છે. જેના પછી નવી ચર્ચા શરૂ થઈ છે. માનવામાં આવે છે કે ભારત તેના તમામ રાજદ્વારી સમીકરણોને ધ્યાનમાં લઈને નિર્ણય લઈ શકે છે.












Click it and Unblock the Notifications
