Israel Hamas war: દુનિયા આપી રહી છે દાદ, 25 વર્ષીય મહિલા સૈનિકે ઠાર કર્યા 24 આતંકવાદી
Israel Hamas war: હમાસના આતંકવાદીઓએ ગત શનિવાર ઇસરાયેલમાં ઘુસીને 1000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે, હમાસના આતંકવાદીઓ પાસે 25 વર્ષીય ઇન્બર લિબરમેનનો કોઇ જવાબ નથી. તેની સામે હમાસ આતંકવાદીઓ ઘુંટણીયે પડેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈન્બર લિબરમેને કેટલાક લોકો સાથે મળીને ન માત્ર પોતાના સમુદાયને હમાસના હુમલાથી બચાવ્યો હતો, પરંતુ હમાસના બે ડઝનથી વધુ આતંકવાદીઓને પણ માર્યા હતા.

લિબરમેને એકલાએ આમાંથી પાંચને મારી નાખ્યા છે. લિબરમેનની તેની બહાદુરી માટે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને તે ઈઝરાયલના લોકોની નજરમાં હીરો બનીને ઉભરી આવી છે.
લિબરમેને તેના સાથીદારો સાથે મળીને આતંકવાદીઓ સામે લડ્યા - ઇન્બર લિબરમેન ગાઝા પટ્ટીથી થોડાક કિલોમીટરના અંતરે સ્થિત કિબુટ્ઝ સમુદાય નિર એમના સુરક્ષા સંયોજક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસના આતંકવાદીઓએ શનિવારના રોજ ઇઝરાયેલ પર હુમલો કરતાની સાથે જ લિબરમેને વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હતા.
વિસ્ફોટોનો અવાજ સાંભળતાની સાથે જ લીબરમેન સતર્ક થઈ ગઇ અને તરત જ તેની 12 લોકોની સુરક્ષા ટીમનો હવાલો સંભાળી લીધો હતો. લિબરમેને અદ્ભુત બહાદુરી અને ડહાપણ બતાવીને પોતાના સાથીઓને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મોરચે તૈનાત કર્યા અને હમાસના આતંકવાદીઓએ કિબુત્ઝ નિર એમ પર હુમલો કર્યો કે, તરત જ લિબરમેન અને તેની ટીમે ચાર કલાક સુધી બહાદુરીપૂર્વક આતંકવાદીઓ સામે લડ્યા અને બે ડઝનથી વધુ 100થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
જ્યારે આતંકવાદીઓએ નીર એમની આસપાસના કિબુતઝમાં નરસંહાર કર્યો અને સેંકડો લોકોને માર્યા ગયા, ત્યારે આતંકવાદીઓ નીર આમમાં કોઈ નુકસાન પહોંચાડી શક્યા નહીં. ઈઝરાયેલના સોશિયલ મીડિયા પર પણ ઇન્બર લિબરમેનની બહાદુરીની ચર્ચા થઈ રહી છે અને લોકો માંગ કરી રહ્યા છે કે, ઈઝરાયેલ સરકાર લિબરમેનનું સન્માન કરે.












Click it and Unblock the Notifications
