Israel Lebanon Conflict: લેબનાનના 1600 સ્થળો પર ઈઝરાયલે કર્યો હુમલો, 500 લોકોના મોત
Israel Lebanon Conflict: ઈઝરાયલે હવે પોતાના દુશ્મનો માટે નરકના દ્વાર ખોલી દીધા હોય તેવું લાગી રહ્યું છે. તે પોતાના દુશ્મનો પર મોટા હુમલા કરી રહ્યું છે, જેમાં અનેક લોકોના મોત થયા છે.
ગાઝા, પેલેસ્ટાઈન બાદ હવે લેબનાનનો વારો છે. જ્યાં ઈઝરાયલે 1600 સ્થળો પર હુમલો કર્યો છે. જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે.
હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયલે લેબનોનમાં કડક કાર્યવાહી કરી છે. IDF એ લેબનોનમાં મોટા પાયે વિનાશ કર્યો છે. સોમવારના રોજ ઇઝરાયલે હિઝબુલ્લાહ પર IDF દ્વારા સૌથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.
IDF દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 90 થી વધુ મહિલાઓ અને બાળકો સહિત 500 થી વધુ લોકો માર્યા ગયા છે.

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 500 લોકોના મોત થયા છે. જેમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સાથે આ હુમલામાં 1600થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેણે હિઝબુલ્લાહની 1600થી વધુ જગ્યાઓને નિશાન બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ સ્થળો પરથી ઈઝરાયલ પર હુમલો કરાયો હતો, અને અમુક સ્થળો હુમલાની તૈયારીઓ કરવામાં ઉપયોગમાં લેવામાં આવનાર હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, અમેરિકા દ્વારા પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં વધારાના સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
ઈઝરાયલની સેના લેબનોન પર સતત હવાઇ હુમલા કરી રહી છે, તેમ છતાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે, ઈઝરાયલ આ યુદ્ધ લેબેનોન સામે નથી કરી રહ્યું, પણ હિઝબુલ્લાહ સામે છે.
જ્યારે હિઝબુલ્લાએ જણાવ્યું છે કે, તે ઇઝરાયલના સૈન્ય ઠેકાણાઓ અને કબજા હેઠળના વેસ્ટ બેંકને નિશાન બનાવી રહ્યું છે.
ઇઝરાયલની સેનાએ સામાન્ય જનતાને ચેતવણી આપી છે, ખાસ કરીને દક્ષિણ લેબનોનમાં, જે હિઝબુલ્લાહના પ્રભાવ હેઠળ છે, તેમને સશસ્ત્ર સંગઠનના ઠેકાણાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
એવું કહેવાય છે કે, હિઝબુલ્લાહ લડાઈમાં બચાવવા માટે નાગરિકોની વચ્ચે રહીને તેમના ઘરેથી હુમલો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં રહેણાંક વિસ્તાર પર ઈઝરાયલે મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં સિનિયર હિઝબુલ્લાહ કમાન્ડર ઇબ્રાહિમ અકીલનું મોત થયું હતું.
ઘાતક ઓપરેશન બાદ, ઇઝરાયલ દ્વારા દાહિયા વિસ્તારમાં હુમલામાં ઇબ્રાહિમ અકીલના મોતનો દાવો કર્યો હતો. લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયે પ્રારંભિક આંકડામાં જણાવ્યું હતું કે, હુમલામાં 14 લોકોના મોત થયા હતા. આ સાથે 66 લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
