Israel-Palestine Row: લૉડ શહેરમાં ઈમરજન્સી લાગુ, અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન
મંગળવારે ફિલિસ્તાઈનના હમાસ સંગઠને તેલ અવીવ, એશ્કેલોન અને હોલોન શહેર પર 130 રૉકેટ હુમલા કર્યા છે. વાંચો વિગત.
યેરુસલેમઃ ઈઝરાયેલ અને ફિલીસ્તાઈન વચ્ચે હવે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળવારે ફિલિસ્તાઈનના હમાસ સંગઠને તેલ અવીવ, એશ્કેલોન અને હોલોન શહેર પર 130 રૉકેટ હુમલા કર્યા છે અને યેરુસલેમમાં ભારે હિંસા ફેલાઈ છે જેમાં એક ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત થઈ ગયા છે જ્યારે સેંકડો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. હમાસના આ હુમલાના જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટી પર હુમલો કર્યો છે. તેણે આ દરમિયાન એક મોટી ઈમારતને નિશાન બનાવી છે. રિપોર્ટ મુજબ આ ઈમારતમાં રહેતા ત્રણ આતંકી આ હુમલામાં માર્યા ગયા છે.

લૉડ શહેરમાં ઈમરજન્સીની ઘોષણા
આ રૉકેટ હુમલા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ લૉડ શહેરમાં ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. આ પહેલા નેતન્યાહુએ કહ્યુ હતુ કે હમાસે પોતાની બધી હદો પાર કરી દીધી છે, હવે તેને કોઈ પણ કિંમતે છોડવાના નહિ આવે. તેની સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. તેણે આની ભારે કિંમત ચૂકવવી પડશે. ANI એ ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલના રિપોર્ટના હવાલાથી લખ્યુ કે હુમલા દરમિયાન ઘણા ધાર્મિક સ્થળો અને દુકાનોમાં આગ પણ લગાવવામાં આવી છે.

અમેરિકી વિદેશ મંત્રાલયે કહી આ વાત
ઈઝરાયેલ-ફિલિસ્તાઈન સંઘર્ષ પર અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા આવી છે. વિદેશ મંત્રી એંટની બ્લિંકને બધા પક્ષોને ઈઝરાયેલ-ફિલિસ્તાઈનમાં ચાલી રહેલ હિંસા રોકવાની અપીલ કરી છે પરંતુ તેમણે રૉકેટ હુમલા પર ઈઝરાયેલ તરફથી કરવામાં આવતી વળતી કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.

જે થયુ એ યોગ્ય નથી
તેમણે કહ્યુ કે ઈઝારાયેલે આત્મરક્ષા માટે પગલુ લીધુ છે જે ખોટુ નથી પરંતુ અમે ઈઝરાયેલ, વેસ્ટ બેંક, ગાઝામાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ત્યાં થઈ રહેલા રૉકેટ હુમલા ચિંતાનો વિષય છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે અમે ઉંડો શોક પ્રગટ કરીએ છીએ, જે થયુ એ યોગ્ય નથી.












Click it and Unblock the Notifications
