'અમે તૂટીશુ નહિ, હમાસને તોડી નાખીશુ', ઈઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂએ આપી કડક ચેતવણી
Benjamin Netanyahu on Hamas: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ હમાસ સામે ઝડપથી જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે હમાસને લાગતું હતું કે અમે તોડીશું, પરંતુ અમે હમાસને તોડીશું.
કેબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રધાનો સાથે યુદ્ધમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું તેમ ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.

આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે હમાસે વિચાર્યું હતું કે અમે તૂટી જઈશુ પરંતુ અમે હમાસને બરબાદ કરી દઈશુ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ એકતામાં કામ કરી રહ્યું છે અને આ હમાસ અને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપે છે. તેમણે કહ્યું કે અમે એક ટીમ તરીકે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ.
બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આપણી એકતા લોકો, દુશ્મનો અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે. આપણા ભાઈઓ અને બહેનોની યાદમાં જેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને આપણા બહાદુર યોદ્ધાઓ જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમ . .
અગાઉ, ઇઝરાયેલી દળોએ જાહેરાત કરી હતી કે તેઓએ 14 ઓક્ટોબરે ગાઝામાં હમાસની ચુનંદા લશ્કરી પાંખ નુખાબા ફોર્સના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને માર્યા ગયા હતા. IDF એ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ ગાઝા પટ્ટીમાં હવાઈ, જમીન અને નૌકા દળોને સંડોવતા "સંકલિત" હુમલા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે હમાસના આતંકવાદીઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ગાઝા પટ્ટીની બંને તરફ 3500થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલમાં અણધાર્યા હુમલામાં 1300થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે ગાઝા પટ્ટી પર જવાબી બૉમ્બ ધડાકામાં 2200થી વધુ લોકો માર્યા ગયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં 2450 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. 9200 ઘાયલ થયા છે.
They thought we would break: Israel PM Netanyahu vows to end Hamas
— ANI Digital (@ani_digital) October 15, 2023
Read @ANI Story | https://t.co/HTi0G52Z7j#BenjaminNetanyahu #Israel #Hamas pic.twitter.com/ZygMkXo2jl
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
