ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીએ શેર કરી પીએમ મોદી સાથેની સેલ્ફી, કેપ્શનમાં એવુ શું લખ્યુ કે ટ્રેન્ડ થયુ #Melodi
Italian PM Giorgia Meloni And PM Narendra Modi: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની એક તસવીર સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
46 વર્ષીય ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોનીએ COP28 સમિટમાંથી PM નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ COP28 સમિટ દરમિયાન પીએમ મોદી સાથે લીધી હતી. આ તસવીરમાં બંને નેતાઓ હસી રહ્યાં છે.

ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આ સેલ્ફી તેમના ઑફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તસવીર શેર કરતા PM જ્યોર્જિયા મેલોનીએ લખ્યું, "COP28માં ગુડ ફ્રેન્ડ્સ, #Melodi."
વાસ્તવમાં, પીએમ મેલોનીએ તસવીર શેર કરતી વખતે હેશટેગ #Melodiનો પણ ઉપયોગ કર્યો છે. આ તસવીર સામે આવતાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. યુઝર્સ આ તસવીરને #Melodi હેશટેગ સાથે શેર કરી રહ્યા છે. #Melodi ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડિંગ છે.
આ તસવીર પહેલા પણ PM નરેન્દ્ર મોદી અને PM જ્યોર્જિયા મેલોની COP28 સમિટમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. વૈશ્વિક નેતાઓના ફોટોશૂટ દરમિયાન પીએમ મોદી અને મેલોની એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા.
અગાઉના દિવસે, PM મોદીએ COP28 બેઠકની બાજુમાં PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે ભારત અને ઇટાલી ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યની શોધમાં છે. વડાપ્રધાન મોદીએ X (ટ્વીટરનું નામ બદલ્યું છે) પર લખ્યું, "અમે ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે ભારત અને ઇટાલી વચ્ચે સહયોગી પ્રયાસોની આશા રાખીએ છીએ."
PM મોદી અને PM જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતા ત્યારે ચર્ચામાં આવી જ્યારે જ્યોર્જિયા મેલોની સપ્ટેમ્બર 2023માં G20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે હાથ મિલાવ્યા.
PM જ્યોર્જિયા મેલોનીએ પણ PM મોદીને 17 સપ્ટેમ્બરે તેમના 73માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં તેમણે પીએમ મોદીને 'મિત્ર' કહ્યા હતા.












Click it and Unblock the Notifications
