Video: હિંદી ગીતો પર ડાંસ કરીને સોશિયલ મીડિયા સેંસેશન બની જાપાની ગર્લ, બૉલિવુડ અભિનેત્રીઓને પણ કરી ફેલ!

સોશિયલ મીડિયા પર જાપાનની એક યુવતીનો બૉલિવુડ ગીતો પર ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ડાંસ દ્વારા ભારત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે.

નવી દિલ્લીઃ ભારતીય ભોજન અને બૉલિવુડ બંને એવી વસ્તુઓ છે જે આપણે દુનિયા સાથે જોડે છે. ભારત માટેની દુનિયાના બીજા દેશોની દિવાનગી કોઈથી છૂપી નથી. બીજા દેશના લોકો ભારતીય સંસ્કૃતિને ખૂબ પસંદ કરે છે અને તેને ફૉલો પણ કરવાની કોશિશ કરે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર જાપાનની એક યુવતીનો બૉલિવુડ ગીતો પર ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ડાંસ દ્વારા ભારત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે.

જાપાની યુવતીઓનો બૉલિવુડ પ્રેમ

જાપાની યુવતીઓનો બૉલિવુડ પ્રેમ

બૉલિવુડના સુપરહિટ ગીતોની ગૂંજ તમને દુનિયાના કોઈ પણ ખૂણે જોવા મળી જશે. સોશિયલ મીડિયા પર વિદેશોના આવા હજારો વીડિયો છે જેમાં તે ભારતીય ગીતો પર નાચતા જોવા મળી ચૂક્યા છે. વળી, હાલમાં ઈન્ટરનેટ પર જાપાનની ડાંસરનો એક ખૂબ જ મઝાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જાપાની યુવતીઓ બૉલિવુડના ગીતો પર આપણી અભિનેત્રીઓને પણ ડાંસમાં ટક્કર આપતી દેખાઈ રહી છે.

'ઉડી-ઉડી જાય..' પર કર્યો શાનદાર ડાંસ

'ઉડી-ઉડી જાય..' પર કર્યો શાનદાર ડાંસ

અયાકા અને ચીની એક યુટ્યુબ ચેનલ છે જેના લગભગ 6.4K ફોલોઅર્સ છે જેમાં ઘણવાર તે ફેમસ ગીતો પર થિરકતા અમુક ડાંસ વીડિયો શેર કરે છે. આ સાથે જ તે પોતાના ડાંસ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરે છે અયાકા અને ચીએ હાલમાં જ એક ડાંસ વીડિયો શેર કર્યો છે જે હવે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોાં તે શાહરુખ ખાન અને માહિરા ખાનની ફિલ્મ રઈસના ગીત 'ઉડી-ઉડી જાય..' પર બહુ જ સુંદર ડાંસ કરી રહી છે.

હિંદી ગીતો પર ગજબનો ડાંસ

હિંદી ગીતો પર ગજબનો ડાંસ

વીડિયોમાં જોઈ શકાય છે કે તે એકદમ તેના જેવા જ ડાંસ સ્ટેપ્સ ફોલો કરી રહી છે. આ સાથે જ ગરબા સ્ટેપ્સ પણ કરતી દેખાઈ રહી છે. ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલ વીડિયો ઘણો સરસ છે . જ્યારે કોઈ વિદેશી ડાંસરને હિંદી ગીતો પર આટલી સરસ રીતે નાચતા જોઈએ ત્યારે ખરેખર ઘણુ સરસ અને રોચક લાગે છે. વીડિયોમાં તેણે ડાંસ સાથે પારંપરિક ભારતીય ડાંસને પણ ફોલો કર્યુ છે.

ભારતીય ડાંસમાં છે એનર્જી

ભારતીય ડાંસમાં છે એનર્જી

તમને જણાવી દઈએ કે જાપાની યુવતીઓ અયાકા અને ચીને બૉલિવુડ ડાંસ જ નહિ પરંતુ તેમણે રવીન્દ્રનાથ ટાગોરના ગીતો પર પણ પર્ફૉર્મ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ઉપરાંત તેમણે બૉલિવુડ ગીત પર ડાંસ વિશે ઘણુ બધુ કહ્યુ છે. તેમના જણાવ્યા મુજબ ભારતીય ડાંસમાં ઘણી એનર્જી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X