For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના વિજ્ઞાનીઓ કરશે સપનાંનું વીડિયો રેકોર્ડિંગ

|
Google Oneindia Gujarati News

આપ અત્યાર સુધી કાલ્પનિક રીતે લખવામાં આવતી વાર્તાઓ પર આધારિત ફિલ્મો જોતા રહ્યા હશો, ટેલિવિઝન પર પોતાનું મનપસંદ ધારાવાહિક જોતા હશો. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આપ ઉંઘમાં જે સપનાંઓ જોતા હોવ છો તેને મોટા સ્ક્રીન પર જોવાની તક મળે તો આપને કેવું લાગશે? આપને માટે આ બાબત કોઇ ચમત્કારથી ઓછી નહીં હોય.

આ કલ્પનાને સાકાર કરવા જાપાનના વિજ્ઞાનીઓ છેલ્લા ઘણા સમયથી મથી રહ્યા હતા. હવે તેઓ વ્યક્તિની અચેતન અવસ્થા અથવા નિંદ્રા દરમિયાન જોવામાં આવેલા સપનાંને કેદ કરવા એટલે કે તેનું વિડીયો રેકોર્ડિંગ કરી તેને યુએસબી, ફ્લેશ ડ્રાઇવ કે વીડિયો ડિસ્ક પર રેકોર્ડ કરીને જોઇ શકાય તેવા પ્રયાસોમાં લાગી ગયા છે.

કોઇ અગવડ નહીં

કોઇ અગવડ નહીં

આ માટે જાપાનના નારા નગરના વિજ્ઞાનીઓ સપનામાં ઘૂસણખોરી કરીને તેનું વિડિયો રેકોર્ડિંગ કરવાની તૈયારીમાં લાગેલા છે. તેનો ટેકનિકલી ઉપયોગ કરવામાં ઉંઘતી વ્યક્તિને કોઇ પણ પ્રકારની અગવડ થશે નહીં.

સપનાંને રેકોર્ડ કરવાનું મિશન

સપનાંને રેકોર્ડ કરવાનું મિશન

આ મુદ્દે જાપાનના તકોલોજી સંસ્થાના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે મનુષ્યના અચેતનમાં ડોકિયું કરીને જોઇ શકાય છે કે ઉંઘતી વ્યક્તિ કેવા પ્રકારનું સપનું જોઇ રહી છે. તેમનું આગામી મિશન વ્યક્તિઓ દ્વારા જોવામાં આવતા સપનાને રેકોર્ડ કરવાનું છે.

વિવિધ તબક્કામાં રેકોર્ડિંગ

વિવિધ તબક્કામાં રેકોર્ડિંગ

જાપાનના વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ શોધ અદભુત અને અનોખી છે. તેઓ ઉંઘના વિવિધ તબક્કાઓમાં સપનાનું રેકોર્ડિંગ કરીને તેનો અભ્યાસ કરવા માંગે છે. જેના આધારે ભવિષ્યમાં તેઓ એવું સાધન વિકસાવી શકે જેની મદદથી અચેતન મનમાં જોયેલા સપનાને રેકોર્ડ કરીને તેનું સ્ક્રીન પર વિડિયો પ્રસારણ કરી શકાય.

નોબલ પારિતોષિક મળવાની શક્યતા

નોબલ પારિતોષિક મળવાની શક્યતા

આ અંગે રશિયાના નિંદ્રા અધ્યયન નિષ્ણાતોના એસોસિએશનના અધ્યક્ષ રમાન બુઝુનફનું માનવું છે કે જો સપનાંનું રેકોર્ડિંગ કરવું અને તેને સ્ક્રીન પર ધ્વનિની સાથે પ્રસારિત કરવાનું સંભવ બનશે તો હકીકતમાં તે હકીકતમાં એક ફિલ્મ જેવું બની રહેશે. જો વિજ્ઞાનીઓ સર્વપ્રથમ આ ટેકનિકને સફળ બનાવવામાં સફળ બનશે તો તેને નોબલ પારિતોષિક જરૂરથી મળશે.

સપનાનું રેકોર્ડિંગ કેવી રીતે કરાશે

સપનાનું રેકોર્ડિંગ કેવી રીતે કરાશે

જાપાનના વિજ્ઞાનીઓએ આ દિશામાં અભ્યાસ કરવા માટે તેમને ત્રણ પુરુષોને આમંત્રિત કર્યા હતા. જ્યારે તે ત્રણ વ્યક્તિ આરામ દરમિયાન ઉંઘી રહ્યા હતા, ત્યારે તેમના અચેતન મનને વિશેષ સાધન સાથે જોડી દેવામાં આવ્યું હતું. આ સાધન મગજની ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓ ઉંડી નિંદ્રામાં હતી ત્યારે તેમની પાપણોની નીચેની કીકીઓ ઝડપથી ફરી રહી હતી. આ ઉપરાંત તેમના મગજમાં જીવંત પ્રક્રિયા ચાલી રહી હતી.

રેકોર્ડિંગની તસવીરો બનાવવા ખાસ પ્રોગ્રામ

થોડા સમય બાદ આ પ્રયોગમાં સામેલ ત્રણ વ્યક્તિઓને જગાડવામાં આવી હતી. આ પછી તેમને પૂછવામાં આવ્યું કે સપનામાં તેઓ શું જોઇ રહ્યા હતા. વિજ્ઞાનીઓએ ત્રણે વ્યક્તિઓના સપનાની વાર્તા અને રેકોર્ડિંગને ભેળવીને જોયું. તેના આધારે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કર્યો. આ પ્રોગ્રામ વ્યક્તિના અવચેતન મનમાં થનારી ગતિવિધિઓની રેકોર્ડિંગ અનુસાર તેની તસવીરો બનાવીને રજૂ કરે છે. આ પ્રોગ્રામ વ્યક્તિ દ્વારા જોવામાં આવતા સપનાની 80 ટકા સાચી તસવીરો બનાવી શકે છે.

ઘણા રાઝ ખુલશે

ઘણા રાઝ ખુલશે

જો વિજ્ઞાનીઓએ તેમના આ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી તો આપ આપના સપનાની કહાનીને ફિલ્મની જેમ જોઇ શકશો. આ દ્વારા પ્રકૃતિની અનમોલ કૃતિ અને આંતરિક પ્રક્રિયાઓને જાણવામાં ઘણા નજીક પહોંચી જશે.

નોબલ પારિતોષિકની શક્યતા

English summary
Japanese scientists to make video recording of dreams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X