જ્યારે બાથરૂમમાં મહિલાનો ભેટો વાઘ સાથે થઇ ગયો !

સ્થાનીય મીડિયાના જણાવ્યા અનુસાર જેના ક્રેબિલ પોતાની ત્રણ વર્ષની દીકરીને લઇને સર્કસ જોવા માટે ગઇ હતી. આ સર્કસમાં વાઘોનો શો દેખાડવામાં આવી રહ્યો હતો. શો દરમિયાન તે પોતાની દીકરીને લઇને બાથરૂમમાં ગઇ. બાથરૂમનો દરવાજો બંધ કરતા તે પાછળ વળી તો તેને વાઘ દેખાયો.
જેનાએ જણાવ્યું કે 'આ વાઘ સર્કસમાં પોતાનું કરતબ બતાવ્યા બાદ ગાયબ થઇ ગયો હતો. સર્કસના કર્મચારીઓ તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા પરંતુ તેમણે બાથરૂમમાં તપાસ કરી ન્હોતી. બાથરૂમનો દરવાજો બંધ કરતા જ મે તેને જોયો તો મારો તો જીવ જ નીકળી ગયો પરંતુ મારી દીકરીને જરા પણ ભય લાગ્યો નહીં.'
તેમણે જણાવ્યું કે 'હું ક્યારેય પણ કોઇપણ વાઘની આટલી નજીક ન્હોતી આવી અને કોઇ વાઘને આ પહેલા આટલી નજીકથી ન્હોતો જોયો અહી સુધી કે તે પીંજરામાં બંધ હોય તો પણ. જોકે મારી દીકરી એ જાણવા ઉત્સુક હતી કે વાઘે પોતાના હાથ ધોયા કે નહીં.'












Click it and Unblock the Notifications
